Ahmedabad/ કરોડોની જમીન પચાવી પાડવા કરાયેલી હત્યાના કેસમાં આરોપીના જામીન નામંજૂર

નારોલ પોલીસે સાદાબ કુરેશી સહીત દસ લોકો સામે હત્યા અને મિલ્કતમાં તોડફોડ અને મિલકત પચાવી પાડવાનો ગુનો દાખલ કર્યો હતો. અને તમામ ની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કર્યા હતા.

Ahmedabad Gujarat
a 225 કરોડોની જમીન પચાવી પાડવા કરાયેલી હત્યાના કેસમાં આરોપીના જામીન નામંજૂર

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

વર્ષ 2018માં અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી પ્લોટ નંબર 324, અને 325 વાળી જમીનને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માટે દસ જેટલા ઈસમો તલવાર , છરીઓ જેવા ઘાતક હથિયારો સાથે તે જગ્યાએ આવ્યા હતા. તે વખતે જમીનના માલિક સુરેશ ભાઈ પાટીલ સહીત બીજા અન્ય લોકો પણ ત્યાં હાજર હતા. સુરેશ ભાઈ કહી સમજે કે બોલે તે પહેલા જ તમામ ઈસમો તેમની ઉપર અને તેમના સાથીઓ પર તૂટી પડ્યા હતા. જેમાં તેજપાલ સિંહ નામના વૉચ મેનને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આરોપીઓએ હત્યા કર્યા બાદ સુરેશ ભાઈ ની ઓફિસ પર તલવાર અને લોખંડ ની પાઇપો વડે હુમલો કરીને તોડફોડ કરી હતી. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.

નારોલ પોલીસે સાદાબ કુરેશી સહીત દસ લોકો સામે હત્યા અને મિલ્કતમાં તોડફોડ અને મિલકત પચાવી પાડવાનો ગુનો દાખલ કર્યો હતો. અને તમામ ની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કર્યા હતા.

આ ગુનામાં બે વર્ષ બાદ સાદાબ કુરેશીએ સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. જેમાં જામીન માંગવાનો કારણ એ દર્શાવ્યો હતો કે અરજદારના મામા નું નિધન થયું હોવાથી તેમને જામીન ની જરૂર છે. જે માટે બચાવ પક્ષના વકીલ એન.ડી.અન્સારી એ અરજદાર ના વતીથી જામીન મળે તે માટેની દલીલો કરી હતી. તો બીજી તરફથી સરકાર પક્ષના વકીલ એચ આર શાહે આરોપીના જામીન નામંજૂર થાય તે માટેની કોર્ટમાં દલીલ અને પુરાવા રજૂ કર્યા હતા.

સેશન્સ જજ વિનોદ પરમારે બંને પક્ષની દલીલોને સાંભળ્યા બાદ પોતાનો અવલોકન જાહેર કર્યું હતું. કે આરોપીની સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ છે. અને આરોપીના મામા નું નિધન થયું છે. જે માટે તેમની અંતિમવિધિમાં હાજરી આપવાની એટલી જરૂર દેખાતી નથી. ગુજરી જનારના ઘરના સભ્યો હાલ જીવિત છે અને તેઓ સક્ષમ છે કે તેઓ અંતિમ વિધિ નો ખર્ચો ઉપાડી શકે છે. માટે આરોપીને જામીન આપી શકાય નહિ. આમ, નામદાર કોર્ટે આરોપીના વચગાળા ના જામીન નામંજૂર કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો