જૂનાગઢ/ માતા-પિતા શોઘતા રહ્યા બાળકને, કારમાંથી મળી આવ્યો મૃતદેહ

બાળકને નાહવું ના હોવાથી તે કારમાં સંતાઈ ગયો હતો. જ્યાં તેનું ગુંગળાઈ જવાથી મોત થયું હતું.

Gujarat Others
Mantavyanews 2 17 માતા-પિતા શોઘતા રહ્યા બાળકને, કારમાંથી મળી આવ્યો મૃતદેહ

Junagadh News: જૂનાગઢના જીઆઈડીસી વિસ્તારમાં એક કારમાં ગુંગળાઈ જવાથી, પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. મૃતક બાળકની માતા, તેને નાહવા માટે વારંવાર કહેતી હતી. પરંતુ બાળકને નાહવું ના હોવાથી તે કારમાં સંતાઈ ગયો હતો. જ્યાં તેનું ગુંગળાઈ જવાથી મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર,  જૂનાગઢના જીઆઈડીસી વિસ્તારમાં પરપ્રાંતિય પરિવાર રહીને એક કારખાનામાં કામ કરે છે. માતાએ તેના પાંચ વર્ષના બાળક આશિષને નાહવા જવાનું કહ્યુ હતુ. પરંતુ બાળકને નાહવાનું ગમતું ન હોવાને કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો. કારમાં અંદર જતાની સાથે દરવાજો અંદરથી બંધ થઇ ગયો હતો.

બાળક હવે કારમાંથી બહાર નીકળી શકે તેમ ન હતું. બીજી તરફ આ બાળક લાંબા સમયથી જોવા મળતો ન હતો, જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તેને શોધતા શોધતા પરિવાર ફેક્ટરીમાં પડેલી એક કાર પાસે પહોંચ્યો અને બાળકને જોયો. આ કારનો દરવાજો બંધ હોવાને કારણે બાળક અંદરથી દમ તોડી ગયો હતો. કારમાં શ્વાસ રૂંધાવાથી બાળકનું મોત થયું હતું.

આ પણ વાંચો:સુરતમાં ટૂ વ્હીલમાં સાડી ભરાતા બાળક રસ્તા પર પટકાતા મોત

આ પણ વાંચો:રશિયન હીરાના વપરાશની સમીક્ષાને લઇ G-7 દેશોનું પ્રતિનિધિ મંડળ ગુરુવારે સુરતમાં

આ પણ વાંચો:આ યુવકને નવરાત્રિ પહેલા કાળરાત્રિ ભરખી ગઈ

આ પણ વાંચો:આજે રાખજો સાવધાની, વરસાદની છે આ જગ્યાએ મહેરબાની