gujarat rain/ આજે રાખજો સાવધાની, વરસાદની છે આ જગ્યાએ મહેરબાની

વરસાદને લઈને હવામાન વિભાગે આજે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ પણ પવનસાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat
Mantavyanews 101 આજે રાખજો સાવધાની, વરસાદની છે આ જગ્યાએ મહેરબાની

અમદાવાદઃ વરસાદને લઈને હવામાન વિભાગે આજે ગાજવીજ Gujarat Rain અને તેજ પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ પણ પવન સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત અમરેલી, બોટાદ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. તેની સાથે ગીર સોમનાથ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે. આમ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોને મેઘરાજા તરબોળ Gujarat Rain કરી નાખશે તેવી આગાહી છે. તેથી સૌરાષ્ટ્રના ઉપર મુજબના વિસ્તારો તથા મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં બહાર નીકળનારા લોકો વરસાદની ચેતવણી ધ્યાનમાં રાખીને પૂરી તકેદારી સાથે નીકળે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સીઝનનો 120 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમા પણ ગુજરાતના બધા ઝોનમાં હવે સો ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતના પાંચેય ઝોન કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં Gujarat Rain વરસાદની સરેરાશ સો ટકાને વટાવી ગઈ છે.

રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. 24 કલાકમાં ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. સુરતમાં ભરૂચમાં છૂટોછવાયે Gujarat Rain વરસાદ પડશે. જ્યારે કચ્છ, અમરેલી, ગીર અને સોમનાથમાં છૂટોછવાયો વરસાદ રહેશે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે. ભેજના કારણે હાલ વરસાદી માહોલ છે.

આ પણ વાંચોઃ માયાજાળ/ શુટરે દરવાજો ખખડાવતા જ ભાનુશાળીએ દરવાજો ખોલ્યો અને…

આ પણ વાંચોઃ માયાજાળ/ શુટરોને ભાગવાનો રોડ રૂટ ગુગલમેપ દ્વારા છબીલ પટેલને વિદેશ મોકલાયો

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ હરદીપ સિંહ નિજ્જરના મોતમાં ભારતનો હાથ : કેનેડા