બે વર્ષથી કોરોના ના ભાર નીચે જીવી રહેલા દેશવાસીઓને થોડા સમયથી રાહત મળી છે. પરંતુ ફરી એકવાર દેશના પાંચ રાજ્યોમાં કોરોના ના કેસનો ગ્રાફ ઉંચો જતા લોકોની ચિંતામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કોરોનાના વધી રહેલા કેસ પર લગામ કસવાની અને સાવચેત રહેવાની સલાહ આપી છે. આ પત્રમાં દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમના કોવિડ પોઝિટીવ રેટ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
દેશમાં પાંચ રાજ્યો દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમમાં અચાનક કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે અને દિવસેને દિવસે કોરોના વધુ વકરી રહ્યો છે. આથી કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને સાવચેત રહેવા સૂચન કર્યું છે. કેરળમાં ગત સપ્તાહે 2321 નવા કેસ મળી આવ્યા છે. જે સમગ્ર દેશના કોરોના કેસના 31.8 ટકા છે. તેની સાથે જ પોઝિટીવીટી રેટ 13.45 ટકાથી વધીને 15.53 ટકા થઈ ગયો છે. જ્યારે મિઝોરમમાં 814 નવા કેસ મળી આવ્યા છે. જે દેશના કુલ કેસના 11.16 ટકા છે. અહીં પણ પોઝિટીવીટી રેટ 14.38 ટકાથી વધીને 16.48 ટકા થયો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 794 નવા કેસ મળી આવ્યા છે. જે દેશના કુલ કેસના 10.9 ટકા છે. અહીં પોઝિટીવીટી રેટ 0.39 ટકાથી વધીને 0.43 ટકા થયો છે. દિલ્હીમાં 826 નવા કેસ સામે આવ્યા છે. જે દેશના કેસના 11.33 ટકા છે. દિલ્હીમાં પણ પોઝિટીવીટી રેટ 0.51 ટકાથી વધીને 1.25 ટકા થયો છે. તે જ સમયે, હરિયાણામાં 416 નવા કેસ મળી આવ્યા છે. જે દેશમાં કોરોના કેસના 5.70 ટકા છે. દિલ્હીમાં પોઝિટીવીટી રેટ 0.51 ટકાથી વધીને 1.06 ટકા થયો છે.
ગુજરાતમાં પણ કોરોનાનો કહેર ધીમી ગતિએ વધી રહ્યો છે. શુક્રવારે પાટનગર ગાંધીનગરમાં એક સાથે એક જ સ્થળે ૨૫ વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ આપતા તંત્ર જાગી ગયું છે અને ફરીથી કોરોના અંગેની સાવચેતી રાખવામાં આવી રહી છે. જો કે લોકો ક્યાંક કોરોનાને હવે ગંભીરતાથી લઈ રહ્યા હોય નહિ તેવું જોવા મળી રહ્યું છે. કદાચ એ જ કારણે કોરોના ફરીથી સક્રિય થઈ રહ્યો છે.
રાજ્ય નવા કેસ(સપ્તાહ) પોઝિટિવિટી રેટ
કેરળ 2321 15.53%
મિઝોરમ 814 16.48%
મહારાષ્ટ્ર 794 0.43%
દિલ્હી 826 1.25%
હરિયાણા 416 1.06%
આ પણ વાંચો :કિરીટ સોમૈયા પર FIR બાદ સંજય રાઉતે કહ્યું- દેશદ્રોહી પિતા-પુત્રને જેલમાં જવું પડશે
આ પણ વાંચો :INS વિક્રાંત માટે ભંડોળ એકત્ર કરવામાં ગેરરીતિ,ભાજપના નેતા અને પુત્ર સામે કેસ,રાઉતે લગાવ્યા આરોપ