Rajkot/ કોરોનાની રસી આવી જતા લોકોએ હાશકારો અનુભવ્યો ;  કોરોના વોરિયર્સ ખરા અર્થમાં અભિનંદનને પાત્ર  : કૃષિ મંત્રી  આર.સી.ફળદુ

કોરોના સામેના છેલ્લા દસ માસના જબરદસ્ત જંગમાં આજનો દિવસ ઐતિહાસિક દિન બની રહેશે. સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે ત્યારે આજે  રોજ 10:30 વાગ્યે દેશના પ્રધાનમંત્રી

Top Stories Gujarat
1

કોરોના સામેના છેલ્લા દસ માસના જબરદસ્ત જંગમાં આજનો દિવસ ઐતિહાસિક દિન બની રહેશે. સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે ત્યારે આજે  રોજ 10:30 વાગ્યે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વેક્સીન લોન્ચ કર્યા બાદ રાજકોટ શહેરમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સીનેસન બુથ અને અન્ય ૫ (પાંચ) બુથ પર રસી આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજ્યના  કૃષિ મંત્રી  આર.સી. ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.આ શુભ પ્રસંગે  રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રાજ્યના  કૃષિ મંત્રી  આર. સી. ફળદુએ પોતાના પ્રવચનમાં એમ જણાવ્યું હતું કે, આજનો દિવસ કોરોના સામેના જંગનો સૌથી ઐતિહાસિક દિવસ છે. આ રસી માટે સંશોધન કરનારા મેડિકલ સાયન્સના નિષ્ણાત તબીબો વૈજ્ઞાનિકો વગેરેએ દિવસ રાત જોયા વગર જે મહેનત કરી છે તેનું આજે દેશને ફળ મળી રહયું છે. કરોડો લોકોના જીવ બચાવવા પોતાના જીવના જોખમે હોસ્પિટલોમાં સેવા આપનારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આજથી રસી આપવાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

1

Video / PM નરેન્દ્ર મોદીએ દેશના સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના, શ…

રાજકોટ શહેરના જે ૬ (છ) સ્થળોને કોરોના વેક્સીન આપવાનો પ્રારંભ કરવામાં આવેલ છે તેમાં  પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આર.સી.ફળદુ,  પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી,  સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે શહેર ભાજપ મહામંત્રી  દેવાંગભાઈ માંકડ, વોકહાર્ડ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા અને ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા  દલસુખભાઈ જાગાણી,શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડ, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણી  જ્યોતિન્દ્રભાઈ મહેતા અને  ભાનુબેન બાબરીયા, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વેક્શીનેસનની કાર્યવાહી કરવામાં આવી હતી.વેક્સીન બુથ પર રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ હાજર રહેશે જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, UHC એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. વિગેરે સ્ટાફ બુથ પર ઉપસ્થિત રહ્યા હતા.

Vaccination / મોદી સરકાર પર અખિલેશ યાદવે ફરી ઉઠાવ્યા સવાલ, કહ્યું – …

શહેરના વેક્સીન બુથ પર ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી અને વેક્સીન લેવા આવનાર વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેક્સીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ co-win સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સીન લેનારને ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે.ઓબ્ઝર્વેશન રૂમ-વેક્સીન આપ્યા બાદ ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે-SMS નું પાલન(S-સેનીટાઈઝ, M-માસ્ક,S-ફીઝીકલ ડિસ્ટન્સ)વેક્સીનેશન રૂમ-૨-વેક્સીન આપવી-ખાસ બનાવેલ co-win સોફ્ટવેરમાં એન્ટ્રીવેઇટિંગ રૂમ-૧-ડોક્યુમેન્ટ ચકાસણી-SMS નું પાલન(S-સેનીટાઈઝ, M-માસ્ક,S-ફીઝીકલ ડિસ્ટન્સ)

સર્વેક્ષણ / શું ફેશન સમજી ગ્લાસ ભરવા લાગ્યા છે? સંસ્કારી ગુજ્જુ નારીઓ શ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…