Rajkot/ આવતીકાલે વડાપ્રધાન મોદીના વરદ હસ્તે રૂ.118 કરોડના “લાઈટ હાઉસ” પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત

આજે સમગ્ર ગુજરાત રાજ્ય માટે મહત્વકાંક્ષી કહી શકાય તેવા એઈમ્સ હોસ્પિટલ નું વડાપ્રધાન મોદી દ્વારા ઈ-ખાત મુહર્ત કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે બધું એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં

Top Stories Gujarat
a

ભાવિની વસાણી, મંતવ્ય ન્યૂઝ

આજે સમગ્ર ગુજરાત રાજ્ય માટે મહત્વકાંક્ષી કહી શકાય તેવા એઈમ્સ હોસ્પિટલ નું વડાપ્રધાન મોદી દ્વારા ઈ-ખાત મુહર્ત કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે બધું એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન દ્વારા ઈ-ખાતમુહર્ત કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ. 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર “લાઈટ હાઉસ” પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના  હસ્તે કરવામાં આવશે. આ શુભ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

Light house project to be constructed in Rajkot at a cost of Rs 118 crore ag– News18 Gujarati

Rajkot / મધ્યમવર્ગનાં લોકોનું ઘર બનાવવાનું સ્વપ્ન કરશેપૂર્ણ પ્રધાનમંત…

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા 1/1/2021ના રોજ પરશુરામ મંદિરધામ પાસે, રૈયાગામ પાછળ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે રૂ. 112.31 કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

New Year Gift / વૈષ્ણો દેવી દર્શન કરવા જતા શ્રદ્ધાંળુઓ માટે આવ્યા Good News…

આ પ્રસંગે કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના વિભાગના માન. મંત્રી હરદીપસિંહ પુરી, ગુજરાતના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી  યોગેશભાઈ પટેલ, સાંસદ  મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ,  અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, જિલ્લા કલેકટ રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, હાઈસિંગ અને નિર્મળ ગુજરાત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્રેટરી લોચન સહેરા અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…