Rajkot/ મધ્યમવર્ગનાં લોકોનું ઘર બનાવવાનું સ્વપ્ન કરશે પૂર્ણ પ્રધાનમંત્રી આવાસ યોજના,ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરશો ?

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા નિર્માણાધિન આવાસો પૈકી EWS-1 પ્રકારના 122 આવાસો, EWS-૨ પ્રકારના 303 આવાસો, LIG પ્રકારના

Top Stories Gujarat
a

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા નિર્માણાધિન આવાસો પૈકી EWS-1 પ્રકારના 122 આવાસો, EWS-૨ પ્રકારના 303 આવાસો, LIG પ્રકારના 102 આવાસો તથા MIG પ્રકારના 162 આવાસો મળી કુલ 688 આવાસો જુદા જુદા 7 સ્થળોએ ખાલી રહે છે. બે બેડરૂમ હોલ કિચન વાળા ફ્લેટ ખૂબ જ સસ્તા દરે આ યોજના હેઠળ ફાળવવામાં આવશે.આ ખાલી આવાસો ફાળવવા માટે ફોર્મ વિતરણની પ્રક્રિયા કોટક મહિન્દ્રા બેંકની (10 શાખા), ICICI બેંક (13 શાખા) તથા HDFC બેંક (15 શાખા) આમ ત્રણે બેંકોની રાજકોટ શહેરની 38 શાખાઓ તથા રૂડા કચેરીએથી આમ કુલ 39 સ્થળથી તારીખ 1/1/2021 થી 16/1/2021દરમિયાન આયોજિત કરેલ છે.

RUDA Pradhan Mantri Awas Yojna EWS Rajkot, Munjka | Price List, Brochure, Floor Plan

Political / 2020 એ આપણને સારી રીતે શીખવ્યું છે કે આરોગ્ય એ સંપત્તિ છે : …

કેટેગરી વાઈઝ લાયકાત ધરાવતા ઇસમો આ આવાસો મેળવવા માટે ઉપરોક્ત નિયત બેંકમાંથી રૂ. 100/-ની ફોર્મ ફી (નોન રીફંડેબલ) ચુકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે. અરજદારે નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા. 16/1/2021 સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેંકની નિયત શાખાઓમાં રજુ કરવાનું રહેશે તથા ફોર્મની સાથે ભરવાની ડીપોઝીટની રકમ જમા કરાવવાની રહેશે. આ મુદ્દત વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.આવેલ અરજીઓ પૈકી ફોર્મ તપાસ બાદ માન્ય રહેલ ફોર્મ માટે સાઈટ તથા આવાસની ફાળવણી ફક્ત કોમ્પ્યુટરાઈઝડ ડ્રોથી કરવામાં આવશે. ડ્રો બાદ ફાળવેલ આવાસ કે સાઈટ બદલવા અંગેની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. રૂડા દ્વારા નિર્માણ થનાર આવાસ યોજના અંગે વધુ વિગત આ મુજબ છે.

Rajkot Urban Development Authority (RUDA) – Gujarat India

Arrest / કુખ્યાત ગેંગસ્ટર સુખ બિકરીવાલની દિલ્હી એરપોર્ટથી ધરપકડ…

વધુમાં લોકોની સરળતા માટે શરુ કરાયેલ ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા ચાલુ છે જે અનુસાર ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda.com, www.rajkotuda.co.in પરથી તા. 1/1/2021 થી તા. 16/1/2021 સુધી ફોર્મ ભરી શકાશે. લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં 02812440810/9909992612 પર સંપર્ક કરી શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…