ગુજરાત/ રાજયભરમાં ગરમીનું તાંડવ, ખેંચ, ગભરામણ અને હિટસ્ટ્રોકથી 15 લોકોના થયા મોત

રાજ્યભરમાં ગરમીએ કોહરામ મચાવ્યો છે. અત્યાર સુધી પ્રથમ વખત તાપમાનનો પારો 46 પાર પંહોચ્યો છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 23T122641.425 રાજયભરમાં ગરમીનું તાંડવ, ખેંચ, ગભરામણ અને હિટસ્ટ્રોકથી 15 લોકોના થયા મોત

ગુજરાત : રાજ્યભરમાં ગરમીએ કોહરામ મચાવ્યો છે. અત્યાર સુધી પ્રથમ વખત તાપમાનનો પારો 46 પાર પંહોચ્યો છે. કાળઝાળ ગરમીએ માંઝા મૂકતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અંગદઝાડતી ગરમી લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. રાજ્યમાં ગરમીના પ્રકોપના કારણે 15 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે સુરતમાં હિટસ્ટ્રોકના કારણે એક જ દિવસની અંદર 10 લોકોના મોત અને વડગામમાં એક બાળકનું મોત થયું.

ગરમીના કારણે નિપજ્યા મોત

રાજ્યમાં ગરમીના પ્રકોપના કારણે પાંડેસરાના યુવકનું મોત થયું. આ યુવક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. 19મે ના રોજ સાંજે યુવકને ખેંચ આવતા પડી ગયા. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો. પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારનો વતની અને તપોવન સોસાયટીમાં રહેતો સુદર્શન નામના યુવાનનું ગરમીના કારણે મોત થયું. સુદર્શન નામનો યુવાન એલ.એન્ડ.ટી કંપનીમાં મજૂરી કામ કરતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. આ બંને યુવાનનું ગરમીમાં કામ કરવાના કારણે મોત નિપજ્યું. બીજા એક કિસ્સામાં એક યુવાનને ઘરમાં જ શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ગભરામણ થવા લાગી. બાદમાં તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું. યુવાનની જેમ એક આધેડને ઘરમાં ખેંચ આવતા ઢળી પડ્યા અને બેભાન થતા હોસ્પિટલ ખસેડાયા. જેના બીજા દિવસે હોસ્પિટલમાં તેમનું મોત થયું.

સિદ્ધપુર એસટી બસમાં બેસેલા યુવકનું ગરમીથી મોત થયું. સિદ્ધપુર ખળી ચાર રસ્તાની ટિકીટ લીધી હતી. યુવકને 108 દ્વારા સિદ્ધપુર સિવિલમાં લઇ જવાયો. યુવકને 108 દ્વારા સિદ્ધપુર સિવિલમાં લઇ જવાયો. જ્યારે વડનગરના 35 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત થયું.

ગરમીના કારણે આજે મહેસાણામાં વધુ એક યુવાનનું મોત નિપજ્યું. મહેસાણાના ગોકુળપુરા ગામમાં કિરણ ઠાકોર નામના યુવાન ફેક્ટરીમાં કામ કરતો હતો.  આ યુવાન નોકરીથી પરત ફર્યા બાદ સુઈ ગયો હતો. પછી ઉઠ્યો જ નહી. યુવાનને હીટ સ્ટ્રોક અથવા તો હાર્ટએટેક આવ્યાનું અનુમાન છે. હાર્ટએટેક આવ્યો હોવાની આશંકાએ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોસ્ટ મોર્ટમ કરવા પોલીસે તજવીજ હાથ ધરી.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધશે. આ સાથે હવામાન વિભાગે રાજ્યમાં અનેક વિસ્તારોને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં વધતી ગરમીને લઈને વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. તમામ નાગરિકોની ગરમીથી બચવાની અપીલ કરતા વધુ પાણી પીવા તેમજ કામ વગર બપોરે બહાર ના નીકળવાનું સૂચન કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત

 આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે

 આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર