Not Set/ મહેસાણા હાઈવે પર ગંભીર રોડ અકસ્માત, સ્વીફ્ટ કાર ટ્રકની નીચે આવી જતા 2 લોકો ફસાયા

પાલનપુર-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. મળતી માહિતી મુજબ આ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. પરંતુ આ અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિ ભોગ બન્યો હતો. ઘટના એવી છે કે ટ્રક અને કાર વચ્ચેની ટક્કરમાં સ્વીફ્ટ કાર લપેટમાં આવી ગઇ હતી અને ટ્રકની નીચે દબાઇ ગઇ હતી. જેને લઇને સ્વીફટ કારમાં સવાર 2 લોકો ફસાઇ ગયા […]

Gujarat
mns મહેસાણા હાઈવે પર ગંભીર રોડ અકસ્માત, સ્વીફ્ટ કાર ટ્રકની નીચે આવી જતા 2 લોકો ફસાયા

પાલનપુર-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. મળતી માહિતી મુજબ આ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. પરંતુ આ અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિ ભોગ બન્યો હતો.

ઘટના એવી છે કે ટ્રક અને કાર વચ્ચેની ટક્કરમાં સ્વીફ્ટ કાર લપેટમાં આવી ગઇ હતી અને ટ્રકની નીચે દબાઇ ગઇ હતી. જેને લઇને સ્વીફટ કારમાં સવાર 2 લોકો ફસાઇ ગયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા ટોળા એકઠા થઇ ગયા હતા.

mnsss મહેસાણા હાઈવે પર ગંભીર રોડ અકસ્માત, સ્વીફ્ટ કાર ટ્રકની નીચે આવી જતા 2 લોકો ફસાયા

જો કે અકસ્માત એટલો ભયાનક હતો કે ક્રેન બોલાવવાની ફરજ પડી હતી. આશરે 3 જેટલી ક્રેન અને 2 જેસીબી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ટ્રકની નીચે આવી ગયેલા સ્વીફટમા સવાર લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

mnss મહેસાણા હાઈવે પર ગંભીર રોડ અકસ્માત, સ્વીફ્ટ કાર ટ્રકની નીચે આવી જતા 2 લોકો ફસાયા

ક્રેનની મદદથી સ્વીફટ કારના બે ટુકડા કર્યા હતા અને કારમાં સવાર બે લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. જો કે આ બન્નેને નાની મોટી ઇજા પહોંચતા સારવાર માટે સિદ્ઘપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, આ રેસ્કયુ આશરે 3 કલાક જેટલું ચાલ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.