દુર્ઘટના/ મોરબી દુર્ઘટનામાં રાજકારણ શરૂ,શક્તિ સિંહે ભાજપ પર કર્યા આકરા પ્રહાર,ચૂંટણી હતી એટલે બ્રિજ ખુલ્લો મૂકાયો

ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે.

Top Stories Gujarat
6 41 મોરબી દુર્ઘટનામાં રાજકારણ શરૂ,શક્તિ સિંહે ભાજપ પર કર્યા આકરા પ્રહાર,ચૂંટણી હતી એટલે બ્રિજ ખુલ્લો મૂકાયો

ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત નીપજ્યા છે તે અંગે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી પરંતુ સ્થાનિક ડોક્ટરો અનુસાર, આ ગોઝારી ઘટનામાં 40-45 બાળકોના મોત થયા હોવાનું જણાવી રહ્યા છે.આ ઘટનામાં હવે રાજકારણ શરૂ થઇ ગયો છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ચૂંટણી આવતાની સાથે જ ભાજપે આ બ્રિજ સત્વરે ખુલ્લો મીક્યો છે જેના લીધે દુર્ઘટના સર્જાઇ છે.

મોરબી શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. જેના કારણે અહીં આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે અત્યાર સુધી આ હોનારતમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે તે વિશે કોઇ ચોક્કસ આંકડો જણાયો નથી પરંતુ સ્થાનિક તરવૈયાઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે કહેવું ખુબ જ મુશ્કેલ છે. ત્યાં જ કેટલાક મૃતદેહો નદીમાં આગળ સુધી વહી ગયા હોવાનું પણ સ્થાનિક તરવૈયાઓ જણાવી રહ્યા છે.