postphone/ મોરબી દુર્ઘટનાના લીઘે 1 નવેમ્બર નો PMનો વર્ચ્યુઅલ સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ

, 1 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદીનો સ્નેહ સંમેલન કાર્યક્મ મોરબી દુર્ઘટનાના લીધે રદ કરી દેવામાં આવ્યો છે. 

Top Stories Gujarat
7 38 મોરબી દુર્ઘટનાના લીઘે 1 નવેમ્બર નો PMનો વર્ચ્યુઅલ સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે તારીખ 1 નવેમ્બર 2022 ના રોજ ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિ સભ્યોનો ” પેજસમિતિ સ્નેહમિલન કાર્યક્રમ” હાલ મોકૂફ રાખવામાં આવેલ છે જેની દરેક પેજ સમિતિના સભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓએ નોંધ લેવા વિનંતી છે.

ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત નીપજ્યા છે તે અંગે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી પરંતુ સ્થાનિક ડોક્ટરો અનુસાર, આ ગોઝારી ઘટનામાં 40-45 બાળકોના મોત થયા હોવાનું જણાવી રહ્યા છે. આ ઘટનાના લીધે દિવાળી બાદ સ્નેહ સંમેલનકાર્યક્મ ચાલી રહ્યા છે, 1 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદીનો સ્નેહ સંમેલન કાર્યક્મ મોરબી દુર્ઘટનાના લીધે રદ કરી દેવામાં આવ્યો છે.

મોરબી શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. જેના કારણે અહીં આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે અત્યાર સુધી આ હોનારતમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે તે વિશે કોઇ ચોક્કસ આંકડો જણાયો નથી પરંતુ સ્થાનિક તરવૈયાઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે કહેવું ખુબ જ મુશ્કેલ છે. ત્યાં જ કેટલાક મૃતદેહો નદીમાં આગળ સુધી વહી ગયા હોવાનું પણ સ્થાનિક તરવૈયાઓ જણાવી રહ્યા છે.