Rain/ અમદાવાદમાં મૂશળધાર વરસાદના લીધે આ અંડરબ્રિજ બંધ કરાયા

મેટ્રો સીટી અમદાવાદમાં સાંજે શરૂ થયેલો મૂશળધાર વરસાદના લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે

Top Stories Gujarat
8 9 અમદાવાદમાં મૂશળધાર વરસાદના લીધે આ અંડરબ્રિજ બંધ કરાયા

મેટ્રો સીટી અમદાવાદમાં સાંજે શરૂ થયેલો મૂશળધાર વરસાદના લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે.ભારે વરસાદ પડતા લોકો શહેરના લગભગ બધા માર્ગો જળમાર્ગ બની ગયા છે. તેના લીધે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ભારે વરસાદના લીધે વાહનવ્યવહારની ગતિ ધીમી પડી જતા અનેક સ્થળોએ ટ્રાફિક જામ સર્જાયો છે. તેના લીધે શહેરીજનો રસ્તા પર જ અટવાઈ ગયા છે.મૂશળધાર વરસાદના લીધે શહેરના આ અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. મોટાભાગના અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે. મીઠાખળી, સરખેજનો મકરબા, અખબારનગરનો અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ વગેરે મહત્વના અંડરપાસ પાણી ભરાવવાના લીધે બંધ કરવામાં આવ્યા છે.

વરસાદની સાથે ભારે પવનના લીધે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અમદાવાદના ઓઢવ, વિરાટનગર, ઉસ્માનપુરા, ગોમતીપુર, આશ્રમરોડ, વાડજ, કોતરપુર, સરદારનગર, નોબલનગર, મણિનગર, કાંકરિયા, રખિયાલ, ચાંદખેડા, પાલડી, વાસણા, રામોલ, કઠવાડા મેમકો, નરોડા, ગોતા, નિકોલ, થલતેજ, બોડકદેવ વગેરે વિસ્તારોમાં અનાધાર વરસાદ ખાબક્યો છે.