અંબાજી/ વાવાઝોડાના લીધે અંબાજીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા

બિપોરજોય વાવાઝોડાની આફટરઇફેક્ટસના લીધે અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ થતા અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે તો અનેક ઘરના છાપરા પણ ઉડ્યા છે. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.

Top Stories Gujarat
Ambaji વાવાઝોડાના લીધે અંબાજીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા

બિપોરજોય વાવાઝોડાની આફટરઇફેક્ટસના Biparjoy લીધે અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ થતા અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે તો અનેક ઘરના છાપરા પણ ઉડ્યા છે. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. જે પાણીને લોકો ડોલથી બહાર કાઢવા મજબૂર બન્યા છે. અંબાજીમાં પંથકમાં ધોધમાર વરસાદથી ધંધા રોજગારને પણ અસર પહોંચી છે અને બજારો વરસાદને લીધે સવારથી બંધ જોવા મળી છે. મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.આ વાવાઝોડાની અસરથી રાજસ્થાનમાં ભારે વરસાદ થતા બન૭ાસ નદીમાં પણ નવા નીર આવ્યા છે.

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલો અને ગુજરાતના Biparjoy દરિયાકાંઠે લેન્ડફોલ થયેલ બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે. આ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેમજ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. બિપોરજોયની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વર્તાઈ છે ત્યારે આ વાવાઝોડાના કારણે યાત્રાધામ અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.

આબુરોડથી ઈકબાલગઢ સુધી બનાસ નદીના Biparjoy નીર પહોંચ્યા છે. નદીમાં નવા નીર આવતા પાણીના તળ ઉંચા આવશે જેને લઈ ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.બનાસકાંઠાના સરહદીય વિસ્તાર સુઈગામ, થરાદ તેમજ ધાનેરામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ શેડ ઉડ્યા છે. અહી ભારે વરસાદના કારણે બાજરી સહિતના પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિં ખેડૂતો સેવી રહ્યાં છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેને લઈ હવે ડીસા-થરાદ હાઈવે પર લાખણી નજીક શેડના પતરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાઇ થયા છે. રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ Solar Plant/ વાવાઝોડાના લીધે સોલર પ્લાન્ટ સંપૂર્ણપણે બરબાદ

આ પણ વાંચોઃ Junagadh/ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો મામલો,ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવતા બની હતી ઘટના

આ પણ વાંચોઃ બનાસકાંઠા-બચાવ કામગીરી/ બનાસકાંઠામાં બિપોરજોય આફ્ટર ઇફેક્ટ્સમાં NDRFની આબાદ બચાવ કામગીરી

આ પણ વાંચોઃ Weather Update/ વાવાઝોડા બાદ બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ, છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

આ પણ વાંચોઃ PM Modi Man Ki Baat/ બિપરજોયથી લઈને ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી સુધી, વાંચો PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું