બનાસકાંઠા-બચાવ કામગીરી/ બનાસકાંઠામાં બિપોરજોય આફ્ટર ઇફેક્ટ્સમાં NDRFની આબાદ બચાવ કામગીરી

બનાસકાંઠામાં બિપોરજોય પછીની આફટર ઇફેક્ટ્સ જબરજસ્ત હતી. વરસાદે સળંગ બે દિવસ બનાસકાંઠાની બરોબરનું ઘમરોળ્યું છે. હવે ત્રીજા દિવસે બનાસકાંઠામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની સ્થિતિ સામે આવી છે. 

Top Stories Gujarat

બનાસકાંઠામાં બિપોરજોય પછીની આફટર ઇફેક્ટ્સ જબરજસ્ત હતી. વરસાદે સળંગ બે દિવસ બનાસકાંઠાની બરોબરનું ઘમરોળ્યું છે. હવે ત્રીજા દિવસે બનાસકાંઠામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની સ્થિતિ સામે આવી છે.  ભારે વરસાદના પગલે બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમે બચાવકામગીરીનો મોરચો સંભાળી લીધો હતો અને વરસાદી પાણીમાં બચાયેલા લોકોનો આબાદ બચાવ કરીને બિપોરજોય પછી પણ ઝીરો કેઝયુઅલ્ટીનો રેકોર્ડ રાખવામાં સફળ રહ્યું છે.

એનડીઆરએફની ટીમની બચાવકામગીરીની દિલધડક કામગીરીની તસ્વીરો બહાર આવી છે, આ તસ્વીરો દર્શાવે છે કે તેણે કેટલી જબરજસ્ત કામગીરી કરી હતી. તેણે વરસતા વરસાદના વહેણમા તણાયેલા અનેક લોકોનો બચાવ કર્યો હતો.

બિપરજૉયના કેર બાદ વરસેલા વરસાદે આખા ઉત્તર ગુજરાતને ઘમરોળી નાંખ્યુ છે, આમાં સૌથી વધુ નુકસાન બનાસકાંઠા જિલ્લામાં પહોંચ્યુ છે, કેટલાક ગામોમાં પાણી ફરી વાળ્યા છે, અને સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લાના ધાનેરા તાલુકાના આલવાડા ગામમાં ગઇરાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો અને કારણે પાણી ભરાઇ ગયુ હતુ,

આ દરમિયાન અહીં આઠ લોકો, એક ઇકો અને એક બૉલરો ગાડી આ પાણીના વહેણમાં તણાઇ હતી. ધાનેરાના આલવાડામાં વહેણમાં ફંસાયેલા આ આઠ લોકોને NDRFની ટીમે ગામલોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન વહેણમાં ઇકો ગાડી, બૉલરો ગાડી અને કુલ આઠ લોકોમાંથી સાત લોકોને રેસ્ક્યૂ કરીને સહીસલામત બચાવી લેવામાં આવ્યા હતા, ઇક્કો ગાડીનો ડ્રાઈવર મળી શક્યો નહતો, તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. અહેવાલ પ્રમાણે, જિલ્લાના ધાનેરામાં 40થી વધુ વૃક્ષો ભારે પવનના કારણે જમીનદોસ્ત થઇ ગયા છે, અને અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં અવરજવરના રસ્તાંઓ આના કારણે બંધ થયા છે. ધાનેરામાં ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો પડવાની ઘટનાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો છે, વાહન ચાલકોને મુશ્કેલીઓ નડી રહી છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાંથી વાવાઝોડુ પસાર થઇ ગયુ છે અને હવે રાજસ્થાનમાં બેથી ત્રણ દિવસ સુધી આની અસર રહી શકે છે. પરંતુ ગુજરાતમાં હજુ પણ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપી છે કે, રાત સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાશે, ડિપ્રેશન બનતા સમય લાગે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્રણ કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે. અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે.

 

આ પણ વાંચોઃ PM Modi Man Ki Baat/ બિપરજોયથી લઈને ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી સુધી, વાંચો PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું

આ પણ વાંચોઃ બિપરજોય/ દુકાનોના ખુલવા લાગ્યા શટર, પડી ગયેલા વૃક્ષો પણ હટાવાયા; બિપરજોય વિનાશ બાદ કચ્છમાં જનજીવન પાછું આવી રહ્યું છે પાટા પર

આ પણ વાંચોઃ Sikkim/ સિક્કિમમાં ભારે વરસાદ અને પૂરના કારણે 2,000 પ્રવાસીઓ ફસાયા, બચાવ કામગીરી ચાલુ

આ પણ વાંચોઃ અદાણી રેલ્વે/ અદાણી હવે રેલ્વેમાં પણ ધૂમ મચાવવા માટે તૈયારઃ બુકિંગ કંપની ખરીદી

આ પણ વાંચોઃ ટેક્સ કલેકશન/ એડવાન્સ ટેક્સ કલેકશનમાં 36 ટકા વધારો, અર્થતંત્રમાં વૃદ્ધિના સંકેત