અદાણી રેલ્વે/ અદાણી હવે રેલ્વેમાં પણ ધૂમ મચાવવા માટે તૈયારઃ બુકિંગ કંપની ખરીદી

દેશની સૌથી મોટી પોર્ટ અને એરપોર્ટ ઓપરેટર કંપની બન્યા બાદ હવે અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ રેલવે સેગમેન્ટમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે

Top Stories Business

હિંડનબર્ગના રિપોર્ટ છતાં પણ પીછેહઠ ન કરનારું Adani-Railway અદાણી જૂથ હવે રેલ્વે ક્ષેત્રમાં પણ ધૂમ મચાવી શકે છે. હાલમાં દેશની સૌથી મોટી પોર્ટ અને એરપોર્ટ ઓપરેટર કંપની બન્યા બાદ હવે અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ રેલવે સેગમેન્ટમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. રેલવે સેકટરમાં અદાણી ગ્રૂપના સિક્કાની આ મોટી શરૂઆત ઓનલાઈન રેલવે ટિકિટ બુકિંગ દ્વારા થઈ શકે છે.

વાસ્તવમાં અદાણી ગ્રુપ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝિસનો 100 ટકા હિસ્સો Adani-Railway ખરીદવા જઈ રહ્યું છે. આ કંપની ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ માટે ટ્રેનમેન પ્લેટફોર્મનું સંચાલન કરે છે. સરકારી કંપની આઇઆરસીટીસી ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગમાં એકાધિકાર ધરાવે છે, પરંતુ ઘણા ટ્રાવેલ અને ટૂર ઓપરેટર્સ, યુટિલિટી વેબસાઈટ્સ પણ તેમના પેજ પરથી ટિકિટ બુકિંગ સેવા પૂરી પાડે છે.

આ ખરીદી પછી ટ્રેનમેન અદાણી ગ્રુપની ”અદાણી ડિજિટલ લેબ”નો ભાગ Adani-Railway બનશે. તે અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની છે. શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર કંપનીએ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝિસમાં 100 ટકા હિસ્સો ખરીદવા માટે શેર ખરીદી કરાર કર્યો છે. જોકે, આ ડીલના કદને લઈને કંપની દ્વારા કોઈ સ્પષ્ટ વાત કરવામાં આવી નથી.

અદાણી ડિજિટલ લેબ એ અદાણી ગ્રુપની ભાવિ બિઝનેસ પ્લાન છે. Adani-Railway આ લેબની અંદર, કંપની એપ ડિઝાઇનિંગ, યુઝર ઇન્ટરફેસ ડિઝાઇન, SEO, સંશોધન અને વિશ્લેષણ જેવા કામ કરે છે. તે જ સમયે, આ લેબમાં કંપનીની ”અદાણી વન” સુપર એપ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.

સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ દ્વારા ટ્રેનમેન પ્લેટફોર્મ એ IRCTC દ્વારા અધિકૃત Adani-Railway ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ છે. તેની શરૂઆત IIT રૂરકીમાંથી પાસઆઉટ વિનીત ચિરાનિયા અને કરણ કુમાર દ્વારા કરવામાં આવી હતી. કંપની હાલમાં ગુરુગ્રામથી કાર્યરત છે. તાજેતરમાં, સ્ટાર્ક એન્ટરપ્રાઇઝે અમેરિકન રોકાણકારો પાસેથી એક મિલિયનનું ભંડોળ એકત્ર કર્યું છે. બીજી તરફ, જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી, અદાણી જૂથ દ્વારા આ -થમ મોટી મર્જરની ઘટના છે. અદાણી ગ્રૂપ મર્જર અને એકિવઝિશનના આધારે ડિજિટલ સ્પેસમાં તેની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે.

 

આ પણ વાંચોઃ ટેક્સ કલેકશન/ એડવાન્સ ટેક્સ કલેકશનમાં 36 ટકા વધારો, અર્થતંત્રમાં વૃદ્ધિના સંકેત

આ પણ વાંચોઃ Hem Radio/ મોબાઇલ પણ બંધ પડી જાય છે ત્યારે હેમ રેડિયો કઈ રીતે કામ કરે છે તે જાણો

આ પણ વાંચોઃ Biparjoy Cyclone/ બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આટલી નુકસાની

આ પણ વાંચોઃ દ્વારકા મંદિર/ ‘બિપરજોય’ના કારણે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ હતું, હવે ફરી ખોલાયા દ્વાર

આ પણ વાંચોઃ માનવતાની મહેક/ શેલ્ટરહોમમાં રહેનારાઓ માટે પોરબંદરવાસીઓએ ગણતરીના કલાકોમાં ફૂડ પેકેટ તૈયાર કરી આપ્યા