National News/ LPG સિલિન્ડરની સાઇઝમાં નહીં થાય ફેરફાર

ગ્રાહકોને ગેસ Cylinders ની સાઇઝ અથવા ગેસની માત્રા ઘટાડા અંગે ચિંતા કરવાની જરૂર નથી

Top Stories India
સિલિન્ડર(Cylinders)ની સાઇઝ અથવા તેમાં આપવામાં આવતી એલપીજીની માત્રામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાની સરકારની હાલ કોઈ યોજના નથી

National News : LPG મુદ્દે આજે મહત્વની સ્પષ્ટતા સામે આવી છે. તાજેતરમાં કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘરેલુ ગેસ સિલિન્ડર(Cylinders) માં LPGની માત્રા ઘટાડીને 10 કિલો કરવાની યોજના છે. જોકે, કેન્દ્ર સરકારે આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

સચિવ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સિલિન્ડર(Cylinders)ની સાઇઝ અથવા તેમાં આપવામાં આવતી એલપીજીની માત્રામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાની સરકારની હાલ કોઈ યોજના નથી. 10 કિલો એલપીજી આપવા અંગે જે ચર્ચાઓ ચાલી રહી હતી, તે માત્ર અવધારણા અથવા અફવા હોઈ શકે છે.

ગ્રાહકોને ગેસ સિલિન્ડર(Cylinders)ની સાઇઝ અથવા ગેસની માત્રા ઘટાડા અંગે ચિંતા કરવાની જરૂર નથી

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ પણ નથી. તેથી ગ્રાહકોને ગેસ સિલિન્ડર(Cylinders)ની સાઇઝ અથવા ગેસની માત્રા ઘટાડા અંગે ચિંતા કરવાની જરૂર નથી.


આ પણ વાંચો : LPG ગેસનો જથ્થો નહીં મળે તો અમદાવાદામાં હાટકેશ્વર બ્રિજની કામગીરી પડશે ખોરંભ

આ પણ વાંચો : LPGની અછત દૂર થશે, ભારતે અમેરિકા પાસેથી176,000 ટન ગેસની કરી ખરીદી

આ પણ વાંચો : ગેસ લીકેજ થાય ત્યારે કયો ગેસ સૌથી વહેલો ફેલાય છે? જાણો LPG અને PNG ના ગુણધર્મો અને બચાવના ઉપાયો