Ahmedabad News: અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ (Hatkeshwar Bridge)ના બનાવવાથી લઈને તેનું તોડવાનું બરોબર મુહુર્ત જોવામાં આવ્યું લાગતું નથી. તેને કદાચ ખોટા મુરતમાં બનાવવામાં શરૂ કરવાનું આવ્યું હશે એટલે આ બ્રિજ તોડવો પડે તેમ છે. હવે આ બ્રિજ તોડવાની કામગીરી પણ ખોટા મુરતમાં શરૂ થઈ લાગે છે, હવે તેમા પણ અવરોધ આવે તેમ છે. ખાડીયુદ્ધ (Gulf war)ના તણખા છેક અમદાવાદના હાટકેશ્વર બ્રિજની કામગીરી પર અસર પાડી રહ્યા છે. કોઈને પણ થાય કે અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજની કામગીરીને ખાડી યુદ્ધની સાથે શું નિસ્બત

Hatkeshwar Bridgeની કામગીરી પર અસર
વાસ્તવમાં હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરીમાં સ્પાન તોડીને સળિયા અને કાટમાળ દૂર કરવામાં આવે છે. એક સ્પાન તો સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યો છે. બીજો સ્પાન તોડવાનો બાકી છે. સ્પાન તોડવા માટે તેની અંદરના સળિયાને પણ તોડવા પડે છે. આ સળિયાને તોડવાની કામગીરીમાં સળિયાના કટિંગ માટે એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો એલપીજી ગેસનો જથ્થો જ ન મળે તો હાટકેશ્વર પુલ તોડવાની કામગીરી પણ ખોરંભે પડી શકે છે.

ઘરગથ્થું LPG વપરાશના પુરવઠાને અગ્રતા
હાલમાં તંત્ર દ્વારા ઘરવપરાશના LPG પુરવઠાને અગ્રતા આપવામાં આવી છે. આ પુરવઠો કોઈપણ રીતે ખોરંભે ન પડે અને ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં સિલિન્ડર મળતા રહે તેની ખાતરી સુનિશ્ચિત કરવામાં આવી છે. તેના પગલે હાલમાં રાજ્યના લગભગ મોટાભાગના શહેરોમાં રસોઈ ગેસનો પુરવઠો પૂર્વવત્ થયો છે. તેના પછી હોટેલોને મળતા કોમર્સિયલ LPGના પુરવઠામાં પણ રાહત આપવામાં આવી છે. હોટેલોને મળતો લગભગ 50 ટકા પુરવઠો પણ પૂર્વવત થયો છે.
હોર્મુઝની ખાડીમાં પુરવઠો અટવાતા ગુજરાતના ઉદ્યોગધંધાને અસર
આ બતાવે છે કે અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બનાવવાથી લઈને તોડવા સુધીની કામગીરીમાં હંમેશા કોઈને કોઈ ડખો આવતો રહ્યો છે. હવે છેક ખાડીયુદ્ધના છાંટા અહીં સુધી ઉડયા છે. હોર્મુઝની ખાડી બંધ થવાના કારણે એલપીજીના પુરવઠા પર અસર પડતાં ગુજરાતના ઉદ્યોગધંધા પર પણ તેની અસર પડી રહી છે. ઉદ્યોગકારોએ આ પુરવઠો પૂર્વવત્ કરવાને લઈને સરકારને વિનંતી કરી છે. છતાં પણ માર્ચ મહિનો વધુ કપરો નીવડશે તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદ હાટકેશ્વર બ્રિજ તોડતી વખતે સર્જાઈ દુર્ઘટના, રેતી-કોંક્રિટના કોથળા પડતા મહિલા દબાઈ
આ પણ વાંચો: અમદાવાદમાં સૌથી વધુ ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે 7 અધિકારીઓ સામે અંતે કાર્યવાહી
આ પણ વાંચો: અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 108 કરોડ રૂપિયામાં નવેસરથી બનશે
