Surat News/ મિલેનિયમ-1 ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ : 23 દિવસમાં બીજી ઘટના

આ જ માર્કેટમાં છેલ્લા 23 દિવસમાં બીજી વખત આગ (Fire) લાગવાની ઘટના બની છે

Surat Gujarat
સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ-1 ટેક્સટાઇલ માર્કેટમાં આજે ફરી એકવાર આગ (Fire)લાગવાની ઘટના સામે આવી છે

Surat News : સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ-1 ટેક્સટાઇલ માર્કેટમાં આજે ફરી એકવાર આગ (Fire)લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે વેપારીઓમાં ભય અને ગભરાટ ફેલાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક કાપડની દુકાનમાં અચાનક ધુમાડા નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ ‘કપૂર લહેંગા, શૂટ અને સાડી’ નામની દુકાનમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ (Fire) લાગી હતી. દુકાનમાં ભારે પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ લાગતા જ વેપારીઓ અને આસપાસના લોકો દુકાનમાંથી કિંમતી લહેંગા અને શૂટનો જથ્થો બહાર કાઢવા દોડ્યા હતા.

Fire પર કાબૂ મેળવવા સાથે કુલિંગ પ્રક્રિયા ચાલુ

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગ તાત્કાલિક સક્રિય થયું હતું. નજીકના ત્રણ ફાયર સ્ટેશનમાંથી પાંચથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ ફાયર ટીમ દ્વારા આગ (Fire)પર કાબૂ મેળવવા સાથે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, આ જ માર્કેટમાં છેલ્લા 23 દિવસમાં બીજી વખત આગ (Fire) લાગવાની ઘટના બની છે. વારંવાર આવી ઘટનાઓને કારણે માર્કેટમાં ફાયર સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વેપારીઓને મોટા પાયે આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:સુરતના કાપોદ્રામાં ભીષણ આગ, LPG સિલિન્ડર બ્લાસ્ટમાં 2ના મોત, 11ને બચાવાયા

આ પણ વાંચો: અમદાવાદમાં કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30થી વધુ દુકાનો બળીને ખાખ

આ પણ વાંચો:સુરત શહેરના ચોર્યાસી ટોલનાકા વિસ્તારમાં ભંગારની દુકાનોમાં લાગી ભીષણ આગ