બનાસકાંઠા જીલ્લાની અનેક કારણોસર અવાર નવાર ચર્ચામાં આવે છે. ત્યારે આજે પાલનપુર RTO કચેરીમાં ગાંધીનગર RTO દ્વારા ઓચિતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં RTO ઓફિસમાંથી 4 થી 5 એજન્ટો પકડાયા હતા. જે એજન્ટો વિરૂદ્ધ પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવવા પામી હતી. ત્યારે અચાનક ગાંધીનગર RTO દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા એજન્ટોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
બનાસકાંઠાના પાલનપુરની RTO કચેરી ફરી એક વખત વિવાદમાં આવવા પામી છે. જેમાં RTO ઓફીસમાં અનેક લોકો રોજ પોતાના વાહનોના કામ માટે આવતા હોય છે. ત્યારે કામ સરળતાથી અને ઝડપી બને તે માટે RTO માં આવતા લોકો પાસેથી એજન્ટો વધુ પૈસા લઈ કામ ઝડપી અને સરળતાથી પૂરું કરી દે છે. ત્યારે પાલનપુર RTO ઓફિસમાં એજન્ટોને આવવાની મનાઈ હોવા છતાં કેટલાક એજન્ટો RTO ના નિયમની અવગણના કરી RTO ઓફિસમાં બેસતા હોય છે. જે અનુસંધાને ગાંધીનગર RTO કચેરીના અધિકારીઓ દ્વારા ઓચિંતું પાલનપુર RTO કચેરીમાં ચેકિંગ હાથ ધરતા 4 થી 5 જેટલા એજન્ટો પકડાઈ જવા પામ્યા હતા. જેઓ વિરૂદ્દ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોધાવવા પામી છે.
