Gandhinagar News/ 2,908 જગ્યાઓ છતાં ભરતી અટકી! સ્પેશિયલ TET પાસ ઉમેદવારોની સરકાર સામે લડત તેજ

Special TET Candidates Protest: સ્પેશિયલ TET પાસ 422 ઉમેદવારોએ સ્થગિત સ્પેશિયલ એજ્યુકેટર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે. 2,908 જગ્યાઓની ભરતી અંગે 30 ઓક્ટોબર સુધી નિર્ણય નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Special TET Candidates Protest: 2,908 જગ્યાની ભરતી શરૂ કરવા સરકારને અલ્ટિમેટમ

Gandhinagar News: સ્પેશિયલ TET પાસ ઉમેદવારોએ સ્પેશિયલ એજ્યુકેટરની સ્થગિત ભરતી પ્રક્રિયા ફરી શરૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં સરકાર સામે (Special TET Candidates Protest) રજૂઆત કરી છે. ઉમેદવારોએ દિવ્યાંગ કમિશનરને આવેદનપત્ર આપી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. ઉમેદવારોના જણાવ્યા મુજબ રાજ્યના 422 લાયકાત ધરાવતા ઉમેદવારોનું ભવિષ્ય હાલ અનિશ્ચિત બન્યું છે.

Special TET Candidates Protest: 2,908 જગ્યાની ભરતી અટકતાં ઉમેદવારોમાં રોષ

ઉમેદવારોના જણાવ્યા મુજબ રાજ્યમાં સ્પેશિયલ એજ્યુકેટરની કુલ 2,908 જગ્યાઓ (2908 Vacancies) માટે ભરતી પ્રક્રિયા (Special Educator Recruitment) હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાલ આ પ્રક્રિયા સ્થગિત છે. ઉમેદવારોનો દાવો છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ વધારવી જોઈએ.ઉમેદવારોએ રજૂઆત કરી છે કે 1,504 જગ્યાઓ અનામત રાખ્યા બાદ બાકીની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે. લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં પ્રક્રિયા અટકી જતાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ભરતીમાં વિલંબથી વયમર્યાદાનો પ્રશ્ન

ઉમેદવારોએ સૌથી મોટો મુદ્દો વયમર્યાદાનો ગણાવ્યો છે. તેમના કહેવા મુજબ ભરતી પ્રક્રિયામાં સતત વિલંબ થવાથી કેટલાક ઉમેદવારોની ઉંમર નિર્ધારિત મર્યાદા બહાર જવાની સ્થિતિ (Special TET Candidates Protest) ઊભી થઈ શકે છે. લાયકાત અને પરીક્ષા પાસ કર્યા બાદ પણ નોકરીની તક ન મળવાથી ઉમેદવારોમાં ચિંતા વધી છે.આ સાથે સમાજ કલ્યાણ વિભાગ હેઠળની સ્પેશિયલ એજ્યુકેટરની ખાલી જગ્યાઓ પણ ભરતી પ્રક્રિયામાં સામેલ કરીને ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

30 ઓક્ટોબર સુધી નિર્ણયની માંગ

સ્પેશિયલ TET (Gujarat Special TET) પાસ ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ વિભાગને 30 ઓક્ટોબર સુધીમાં ભરતી અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે. જો નિર્ધારિત સમયગાળામાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.ઉમેદવારોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપતાં વડાપ્રધાનને પોતાના લોહીથી પત્ર લખવા અને સ્પેશિયલ TETની માર્કશીટોની જાહેર હોળી કરવા જેવી પ્રતિકાત્મક કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે.

હવે 2,908 જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે સરકાર શું નિર્ણય લે છે અને 422 ઉમેદવારોના ભવિષ્યને લઈને કઈ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ઉમેદવારોની નજર છે.


આ પણ વાંચો: ફરજિયાત TET પરીક્ષાના વિરોધમાં ગાંધીનગરમાં શિક્ષકોનું ધરણું, 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને મુક્તિની માંગ

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં TET Exam ના ગણતરીના કલાકો પહેલાં જ પેપર ફૂટ્યું, લાખો ઉમેદારની મહેનત પર ફળી વળ્યું પાણી

આ પણ વાંચો: શિક્ષકોનો TET ફરજિયાતના નિર્ણય સામે વિરોધ, રાજ્યવ્યાપી આંદોલન