Not Set/ કાઠુઆ ગેંગરેપનાં નરાધમોને કોર્ટે ફટકારી સજા – 3ને આજીવન, 3ને 5 વર્ષ, 1 નિર્દોષ

જમ્મુ-કાશ્મીરનાં કાઠુઆમાં આઠ વર્ષીય બાળકી પર  સામુહિક દુષ્કર્મ અને હત્યાનાં કેસમાં  પઠાનકોટની વિશેષ અદાલતે આજે  સુનાવણીમાં બાદ પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટ દ્રારા ત્રણ નરાધમોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તો ત્રણ નારાધમોને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સાથે  જ એક શખ્સને કોર્ટ દ્રારા નિર્દોષ કરાર દેવામા આવ્યો છે. પઠાનકોટની અદાલતમાં બંધ […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરનાં કાઠુઆમાં આઠ વર્ષીય બાળકી પર  સામુહિક દુષ્કર્મ અને હત્યાનાં કેસમાં  પઠાનકોટની વિશેષ અદાલતે આજે  સુનાવણીમાં બાદ પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટ દ્રારા ત્રણ નરાધમોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તો ત્રણ નારાધમોને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સાથે  જ એક શખ્સને કોર્ટ દ્રારા નિર્દોષ કરાર દેવામા આવ્યો છે.

પઠાનકોટની અદાલતમાં બંધ બારણે કરવામા આવેલી સુનાવણીમાં કોર્ટે ત્રણ નરાધમો સંજી રામ, પરવેશ કુમાર અને દીપક ખોજારીયાને આજીવન કેદની સજા ફટકારી છે. તો અન્ય ત્રણને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.  સામુહિક દુષ્કર્મનાં મુખ્ય આરોપી સંજી રામવનાં પુત્રને વિશાલ સંજીરામને કોર્ટ દ્રારા નિર્દોષ ઠેરાવી છોડી મુક્યો છે.

આપને જણવી દઇએ કે 3 જૂન આ મામલાની સુનાવણી પૂર્ણ થઇ ત્યારે કોર્ટ દ્રારા આજે સજા સંભળાવવામાં આવી હતી. ગયા વર્ષે 10 જાન્યુઆરીનાં રોજ કઠુઆમાં ઘટેલી આ ઘટનાનાં સમગ્ર દેશમાં ઘેરા પડધા જોવા મળ્યા હતા. કાઠુઆ જિલ્લાનાં એક ગામનાં મંદિરમાં આઠ વર્ષીય બાળકીનું અપહરણ છોકરીને બંઘક બનાવવી રાખવામાં આવ્યો હતો અને તેના પર સામુહિત દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. અને બાદમાં નરાધમો દ્રારા બાળકીની નિર્મમ હત્યા કરવામા આવી હતી.

સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ કેસ ગયા વર્ષે જૂનનાં પ્રથમ સપ્તાહમાં જમ્મુ અને કાશ્મીરમાંથી ખસેડી પંજાબની પઠાણકોટ જિલ્લા અને સેશન્સ કોર્ટમાં ચલાવવાનો હુકમ કર્યો હતો. પોલીસ દ્રારા પંદર પાનાની ચાર્જશીટ રજુ કરવામા આવી હતી. માનનીય પઠાનકોટ કોર્ટ દ્રારા સમગ્ર મામલેને તપાસી અપરાધી નરાધમોને સજા ફરમાવી મૃતક પિડીતા સાથે ન્યાય કર્યો છે. જે નરાધમોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમાં સરપંચ સંજીરામ, તેમનો સગીર ભત્રીજો અને બે ખાસ પોલીસ અધિકારીઓ દિપક ખજુરીયા અને સુરેન્દ્ર વર્માનો સમાવેશ થાય છે. હેડ કોન્સ્ટેબલ તિલકરાજ અને સબ ઇન્સ્પેક્ટર આનંદ દત્તને આરોપી સંજીરામ પાસેથી 4 લાખની લાંચ લેવા મામલે અને મહત્વ પૂર્ણ પુરાવાને નષ્ટ કરવા મામલે સજા ફટકારવામા આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.