- રાજકોટમાં મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક
- 11.27 કરોડના વિકાસ કામોને મળી મંજૂરી
- સ્થાયી સમિતિના એજન્ડા પર 20 દરખાસ્તો
- બેઠકમાં 14 દરખાસ્તોને કરાઈ મંજુર
- બેઠકમાં 6 દરખાસ્તોને રખાઈ પેન્ડિંગ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ રૂપિયા 11.27 કરોડની કિંમતના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું કે સ્થાયી સમિતિના એજન્ડા પર કુલ 20 દરખાસ્તો મુકાઈ હતી જે પૈકી 14 દરખાસ્તો મંજુર કરાઈ અને 6 દરખાસ્તો ને પેન્ડિંગ રાખવામાં આવી છે. મંજૂર કરેલા દરખાસ્તોમાં વોર્ડ નં.18ના સાંઇબાબા સર્કલથી નેશનલ હાઇવે સ્વાતિ પાર્કના 24 મીટરને ડિઝાઇન રોડ તરીકે ડેવલપ કરવા માટે રૂપિયા 5.34 કરોડ મંજૂર કરાયા. આ સાથે અલગ અલગ વોર્ડમાં ડ્રેનેજલાઇન, આંગણવાડી, ડી. આઇ. પાઇપલાઇન, પમ્પિંગ સ્ટેશન સહિત ની વિવિધ કામગીરી ને બહાલી મળી છે. મંજુર થયેલી દરખાસ્તોમાં વોર્ડ નંબર 15 માં રામનગર શાક માર્કેટ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ભુલકાઓ માટે 4 આંગણવાડી નિર્માણ કરવામાં આવશે જે અંદાજિત રૂપિયા 44 લાખના ખર્ચે બનશે.
આ રોડ બનાવવા માટે લોકો અનેક વખત રજુઆત કરી ચુક્યા છે. પરંતુ તબકકાવાર મેટલીંગ અને તે બાદ પુરતો સમય આપ્યા પછી જ ડામર રોડ થઇ શકે છે. આ સુવિધાજનક ડિઝાઇન રોડ બનાવાશે. હાઇવેથી આવતા તોતીંગ વાહનોના વજન પણ આ રોડ સહન કરી શકે તે પ્રકારનું કામ કરાવવામાં આવશે. એકંદરે 1.4 કિ.મી. એટલે કે 1460 રનીંગ મીટરમાં રોડ ડેવલપ કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નં.18ના સાંઇબાબા સર્કલથી નેશનલ હાઇવે સ્વાતિ પાર્કના 24 મીટરને ડિઝાઇન રોડ તરીકે ડેવલપ કરવા માટે 5.87 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં મારૂતિનંદન કન્સ.એ સૌથી નીચા 9 ટકા ડાઉન ભાવ આપતા તે મંજૂર કરવા માટે સમિતિમાં પ્રસ્તાવ આવ્યો છે. આથી આ કામ 5.34 કરોડના ખર્ચે થઇ શકશે. કોઠારીયાનો આ મેઇન રોડ હાઇવેથી માંડી વોર્ડની જુદી જુદી સોસાયટીને ટચ કરે છે અને અવરજવર માટે મુખ્ય માર્ગ છે.
આ પણ વાંચો:વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી
આ પણ વાંચો:બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી
આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..
