કોરોના ની મહામારીને કારણે આગામી 10 જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે મંદિર બંધ રાખવાની સમયમર્યાદામાં અત્યારે વધારો કર્યો છે. તેમજ પાવાગઢ ખાતે આવેલા મહાકાળી માતાજીનું મંદિર મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે . જેથી ભક્તો એ પ્રત્યેક્ષ દર્શન માટે હજુ રાહ જોવી પડશે.મંદિર બંધ થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે .
રાજ્યમાં હજુ પણ કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યા છે . ત્યારે સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં કોરોના ગાઈડલાઈનનું કડક પાલન, રાત્રી કર્ફ્યૂ મિની લોકડાઉન અને માસ્ક ફરજિયાત વગેરે જેવા નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીસમ મંદિર પણ 7 જૂનથી ખુલશે.જે અગાઉ 1 જુનથી ખુલવાના હતા .
આવા સમયમાં અરવલ્લીમાં આવેલા શામળાજી મંદિરને લગતા પણ સમાચાર આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના દ્વારા હવે આગામી 7 જૂનના રોજ ખુલશે. અગાઉ શામળાજી મંદિરના ટ્ર્સ્ટીગણ શામળાજી ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય કરાયો હતો કે, મંદિરના દ્વાર 1 જૂનથી ખોલવા, પરંતુ એકાએક આ નિર્ણયમાં ફેરફાર કરીને મંદિરના દ્વાર વધુ સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
