Not Set/ તાઉ તે વાવાઝોડાથી થેયાલા નુકશાનની ભરપાઈ આ રીતે કરી શકશે ખેડૂતો, જાણો શું છે આ પ્રક્રિયા

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાના પગલે ભારે તારાજી સર્જાઇ છે. દરમિયાન મહદઅંશે સૌરાષ્ટ્રના અનેકજિલ્લામાં તાબાહી સર્જી છે અને ખેતીના પાકને ખૂબ મોટું નુક્સાન થયું છે

Top Stories Gujarat Others

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાના પગલે ભારે તારાજી સર્જાઇ છે. દરમિયાન મહદઅંશે સૌરાષ્ટ્રના અનેકજિલ્લામાં તાબાહી સર્જી છે અને ખેતીના પાકને ખૂબ મોટું નુક્સાન થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રની જાહેર કરેલી 1 હજાર કરોડની સહાય ઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ખેડૂતોના હિતમાં રૂ.500 કરોડ સહાયની જાહેરાત કરી છે. ત્યારે આ સહાય મેળવવા ખેડૂતોએ એફિડેવીટ કરવાની રહેશે. કેવી રીતે મેળવી શકશો સહાય.

તાઉ તે વાવાઝોડાના ગુજરાતમાં મહદઅંશે સૌરાષટ્રના અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ અને જૂનાગઢ સહિત અનેકજિલ્લામાં નુક્સાન થયું છે. બાગાયતી અને ઉનાળુ પાકને પણ મોટું નુક્સાન થયું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નુક્સાનમાં કેન્દ્રની સહાયપેટે રૂ.1 હજાર કરોડ આપવા જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્યપ્રધાન પણ ખેડૂતોની વ્હારે આવીને રૂ.500 કરોડ સહાય આપવાની જાહેરાત કરી છે. જો કે 33 ટકા કરતા વધુ નુક્સાન હશે તેને જ સહાયપેકેજનો લાભ મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો :WHOએ ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ્સનું કર્યું નામકરણ, જાણો શું આપ્યું નામ

સહાયપેકેજનો લાભ મેળવવા માટે અરજીદીઠ રૂ. 10 નો વહીવટીખર્ચ કરવાની સત્તા વહીવટીંતંત્રને આપવામાં આવી છે. અરજીફોર્મમાં અરજદારે વાવેતર વિસ્તાર,નુક્સાન થયેલ વાવેતર, સર્વે રિપોર્ટ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા જણાવાયું છે.

આ ઉપરાંત થયેલાં નુક્સાન અંગે ગ્રામમિત્રનો દાખલો પણ રજૂ કરવા જણાવાયું છે. અરજીફોર્મ અરજદાર ભરેઅને તમામ પુરાવા સામેલ કરે તેની સાથે ફોર્મમાં આપવામાં આવેલી માહિતી સાચી હોવા અંગે એફીડેવીટ પણ કૃષિ વિભાગ દ્વારા માગવામાં આવી છે. એફીડેવીટ માગવાનો મુદ્દો અસરગ્રસ્ત વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે સંપૂર્ણ વિગત ભર્યા બાદ સામેલ કરેલાં પુરાવા સાથેનું અરજીફોર્મ અરજદારે ગ્રામમિત્રને આપવાનું રહેશે.

આ પણ વાંચો :PM મોદીથી માસૂમ બાળકીએ કરી ફરિયાદ, કહ્યું- હોમવર્કનું ભારણ વધારે છે

ગ્રામમિત્ર અરજીફોર્મ ટીડીઓ ( તાલુકા વિકાસ અધિકારી ) ને મોકલી આપશે.  ટીડીઓ અરજીફોર્મ ડીડીઓ ( જિલ્લા વિકાસ અધિકારી ) ને મોકલી આપશે. અંતે ડીડીઓ અરજદારને ગ્રાન્ટની રકમમાંથી સહાયની ફાળવણી કરી ચૂકવી આપશે. એકંદર એફીડેવીટ કરવાની પ્રક્રિયા અરજદારો માટે વિકટ બની શકે છે.

આ પણ વાંચો : દાણીલીમડામાં 4 યુવકોએ મળીને 1 યુવકને ઉતારો મોતને ઘાટ