Not Set/ 2022માં સાવરણો કંઈક સાફ કરશે: વિશ્વવલ્લભ સ્વામીની રાજકીય ટિપ્પણી

સુરતમાં ઓનલાઈન કથા દરમિયાન એક સ્વામી નારાયણ સંતે પેટ ભરીને ‘આમ આદમી પાર્ટી’ના વખાણ કર્યા છે. અને આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સફળતા મળવાના ગર્ભિત સંકેત પણ આપ્યા છે.

Top Stories Gujarat Surat Trending
  • સ્વામીનારાયણ સંતની રાજકીય ટિપ્પણી
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુદ્દે કરી ટિપ્પણી
  • આપને સફળતા મળવાના સંતે ગર્ભિત સંકેત આપ્યા
  • સોશિયલ મીડિયાનાં સંતનો વીડિયો થયો વાયરલ

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. રાજકીય નેતોની  સાથે સંતો અને મહંતો પણ દેશમાં રાજકારણમાં રસ લેતા થયા છે. ત્યારે સુરતમાં ઓનલાઈન કથા દરમિયાન એક સ્વામી નારાયણ સંતે પેટ ભરીને ‘આમ આદમી પાર્ટી’ના વખાણ કર્યા છે. અને આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સફળતા મળવાના ગર્ભિત સંકેત પણ આપ્યા છે.

સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં કહ્યું હતું કે, ‘દિલ્હીથી નીકળેલો સાવરણો 2022માં કંઈક તો સાફ કરશે જ. સાવરણાનું તો કામ જ સાફ કરવાનું છે.’ તેમની આ ટિપ્પણી સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહી છે.

આ વિશ્વવલ્લભ સ્વામીનો વીડિયો આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્વરૂપે મૂકીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે. વિશ્વલ્લભ સ્વામી કહ્યું કે, દિલ્હીથી કેજરીવાલનો સાવરણો ગુજરાતમાં આવ્યો છે. હવે ગુજરાતમાં સાવરણો આવ્યો છે તો, સફાઈ તો કરશે જ એ તો પાક્કું છે. કોની સફાઈ કરશે તે ખબર નથી.પણ સફાઈની તૈયારી તો રાખવી જ પડશે.

જો કે હાલ તો સ્વામી દ્વારા કહેવામાં આવેલી આ વાતનો આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાના બ્રાન્ડીંગમાં સમાવેશ કરી ધીધો છે.  તો બીજી બાજુ સ્વામીની વાતો ઉપરથી સ્પષ્ટ થાય છે કેમ હવે સંતો પણ અમ આદમીપાર્ટી ઉપર પોતાનો વિશ્વાસ મૂકી રહ્યા છે.  અને જાહેરમાં ‘આપ’નું બ્રાન્ડીંગ કરી રહ્યા છે.

લાંચીયો અધિકારી / ગાંધીનગરમાં R & Bના અધિકારી નિપુણ ચોકસી પાસેથી ACBએ જપ્ત કર્યા સવા બે કરોડ રોકડા

સંતરામપુર ગર્ભપાત મામલો / જો હું જ જેલમાં જતો રહીશ તો તને કોણ જેલમાંથી બહાર કઢાવશે : હોસ્પિટલના ડોક્ટર