Not Set/ જો હું જ જેલમાં જતો રહીશ તો તને કોણ જેલમાંથી બહાર કઢાવશે : હોસ્પિટલના ડોક્ટર

ડોક્ટર કહી રહ્યા છે કે, ‘જો હું બહાર રહીશ તો તમને હું જેલમાંથી કાઢીશ. જો હું જ જેલમાં જતો રહીશ તો તમને કોણ જેલમાંથી બહાર કઢાવશે.

Top Stories Gujarat Others

સંતરામપુર ગર્ભપાત મામલાના વિડીયો જાહેર થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કેસમાં એક પાછી એક ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે આ કૂખના કાતીલોનો મામલો મોટો ખુલાસો સામે આવ્યો છે. પ્રિયલ હોસ્પિટલના ડોક્ટર સમગ્ર મામલો દબાવવાના મૂડમાં  જોવા મળી રહ્યા છે. ઉલટા ચોર કોટવાળ ને દંડે તેમ હવે આ ડોક્ટર પકડાયેલી મહિલાઓ ઉપર પ્રેસર કરી રહ્યા છે.

આ કેસમાં ઝડપાયેલી મહિલા કાળીબેનના પતિએ આ મામલે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે પ્રિયલ ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા  તેમનું નામ નહિ લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કાળી બ્બેન અને અન્ય મહિલાઓ ડોકટરના કહેવાથી આ કાર્ય કરી રહ્યા હતા. ડોક્ટર દ્વારા તેમનું નામ નહિ લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ગર્ભપાતનો ધંધો પ્રિયલ હોસ્પિટલના ડોક્ટર એમ આર શાહ કરતા હતા.

વધુમાં તેમના જણાવ્યા અનુસાર ડોક્ટર કહી રહ્યા છે કે, ‘જો હું બહાર રહીશ તો તમને હું જેલમાંથી કાઢીશ. જો હું જ જેલમાં જતો રહીશ તો તમને કોણ જેલમાંથી બહાર કઢાવશે. કાળી બેનના પતિ વિનુભાઈ સંગાડા એ જણાવ્યું છે કે, અમે ગરીબ પરિવારના છીએ. અને ડોક્ટરના ઈશારે કાળીબેન કામ કરતા હતા. કાળીબેન મીડિયા સાથે વાત કરવા માંગી રહી છે. આજે સવારે પોલીસ સ્ટેશને પતિપત્ની ને મળવા ગયા ત્યાં કાળી બેને તેમના પતિને જણાવ્યું  હતું.

ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં ગર્ભપાતનું મોટું રેકેટ   સામે આવ્યું હતું. વાઈરલ વિડીયોમાં 4 મહિલાઓ ગર્ભવતી મહિલાનો ગર્ભપાત કરી રહી હતી. તે જોઈ ભલભલાના કાળજા કંપી જાય છે.  જો કે આ વીડિયો સંતરામપુરનો હોવાનું બહાર આવ્યું હતું.

આ વાઈરલ વિડીયોમાં એક નાની ઉમરની યુવતીને બેભાન કરી ને પેટમાંથી રહેલા બાળકની હત્યા કરતા અંદાજીત ત્રણથી ચાર મહિલાઓ વીડિયોમાં દ્રશ્યમાન થઇ રહી છે. ખાનગી હોસ્પિટલથી માત્ર  100 મીટર દૂર આવેલ એક મકાનમાં ખાનગી હોસ્પિટલના સ્ટાફ  દ્વારા આ કૌભાંડ ચાલતું હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. મહિલાને હોસ્પિટલમાંથી ઇન્જેક્શન આપી અન્ય જગ્યાએ લઇ જવાય છે. અને રહેણાંક મકાનને ભાડે લઇને ગર્ભપાત કરવામાં આવે છે.