Ahmedabad News : ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલી જતન ચિલ્ડ્રન હોસ્પિટલ એક 82 દિવસના બાળકના મોત (Childs Death) બાદ ભારે વિવાદમાં આવી છે. બાળક અધૂરા મહિને જન્મેલું હોવાથી લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું.
મળતી માહિતી મુજબ, બાળકનો જન્મ 31-10-2025ના રોજ ખેડાની એક ખાનગી હોસ્પિટલમાં થયો હતો. જન્મ સમયે બાળકનું વજન માત્ર 800 ગ્રામ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ સારવાર માટે જતન ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉ. સુહાસ પટેલને બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટરે બાળકને ઇન્ક્યુબેટર (પેટી)માં રાખવાની જરૂર હોવાનું જણાવી 82 દિવસ સુધી સારવાર જરૂરી હોવાનું કહ્યું હતું.
બાળકને ધોળકાની જતન ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરી ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવવામાં આવ્યું હતું, પરંતુ પરિવારના જણાવ્યા અનુસાર કુલ ખર્ચ 7 લાખ રૂપિયાથી વધુ થયો હતો.
પરિવારનો આરોપ છે કે હોસ્પિટલના ચાર ડૉક્ટરો સારવાર કરી રહ્યા હતા અને એક સમયે ડૉક્ટરો દ્વારા બાળકને અહીંથી લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરિવારનો દાવો છે કે “બાળક નહીં લઈ જશો તો હોસ્પિટલ બહાર મૂકી દેવામાં આવશે” તેવી ધમકી આપવામાં આવી હતી, જેને લઈને પરિવાર દ્વારા 112 પર પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિવારની અરજી પણ લીધી હતી.
ઘટનાના થોડા દિવસો બાદ બાળકનું મોત (Childs Death) થયું હતું
આ ઘટનાના થોડા દિવસો બાદ 21 તારીખે બપોરના સમયે બાળકનું મોત (Childs Death) થયું હતું. ત્યારબાદ પરિવારે ડૉક્ટરો સામે ગંભીર બેદરકારીના આરોપો લગાવ્યા છે. બાળકના મોત (Childs Death) બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
મામલે ધોળકા પોલીસ સ્ટેશન ખાતે એડી (ADR) દાખલ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ દરમિયાન, ડૉક્ટરની ઓફિસમાં પ્રવેશ કરતા પહેલા મીડિયા કર્મચારીઓને તેમના મોબાઇલ અને બૂમ બહાર મુકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હોસ્પિટલ તરફથી મીડિયા સાથે વાતચીત કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને માત્ર “પોલીસ તપાસ ચાલુ છે” એટલું જ જણાવવામાં આવ્યું છે.
હવે બાળક (Childs Death) ના મોતના સમગ્ર મામલે પોલીસ તપાસના પરિણામ પર બધાની નજર છે.
