Surat News:સુરતના ભાટપોર વિસ્તારમાં કોબ્રા સાપ ના કરડવાથી બે વર્ષના બાળકનું મોત થયું. બાળક તેના ઘરની નજીક રમી રહ્યો હતો ત્યારે સાપે તેને કરડ્યો. છોકરાના પિતાને સાપ કરડવાની શંકા ગઈ અને તેઓ તેને તાત્કાલિક ભાટપોર ક્લિનિકમાં લઈ ગયા, જ્યાંથી તેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો. જોકે, ફરજ પરના ડોક્ટરોએ પહોંચતા જ તેને મૃત જાહેર કર્યો.
કોબ્રા સાપ કરડવાથી ગયો જીવ
છોટા ઉદેપુરના (Chhota Udaipur) રહેવાસી દિનેશ નાદલા રાઠવા પોતાના પરિવાર સાથે ભાટપોર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં રહે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કડિયાકામનું કામ કરે છે. શુક્રવારે સાંજે, બાળક અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે દિવાલમાં છુપાયેલો એક કોબ્રા સાપ અચાનક બહાર આવ્યો અને તેના જમણા પગ પર કરડ્યો હતો.લોહી નીકળતા બાળક ચીસો પાડવા લાગ્યું હતું.
દુર્ભાગ્યવશ, ઝેરની તીવ્રતાને કારણે, ફરજ પરના ડોક્ટરોએ માસૂમ બાળકને (Child) મૃત જાહેર કર્યો હતો.આ ઘટનાના સમાચાર સાંભળીને, ગ્રામજનો ભેગા થયા હતા અને 6 ફૂટ લાંબા કોબ્રાનું રેસક્યું કર્યું હતું. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, ત્યાર બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
