ઉનામાં ફરી એકવાર સિંહની પજવણીનો વીડિયો સામે આવ્યો છે. ગીરગઢડામાં મારણની મિજબાની માણતાં સિંહ પાછળ બાઈક પર બેઠેલા યુવકે બાઈક દોડાવી હતી અને સિંહને હેરાન કર્યું હતું. આ વિડીયો વાઈરલ થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ ગયો છે.
બાઈક પર બેઠલા યુવકો બાઈક પરથી ઉતરીને સિંહની પાછળ પણ જવાની કોશિશ કરે છે. બાઈક પર કુલ બેથી ત્રણ લોકો બેઠા છે અને અન્ય કોઈ વ્યક્તિ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી રહ્યો છે.
પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે અવારનવાર આવા વિડીયો સામે આવતા રહે છે. વન્ય અધિકારીઓએ આવા શખ્સો પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને કડક સજા આપવી જોઈએ જેના કારણે વન્યજીવોને હેરાનગતિ પહોંચતા પહેલા વિચાર કરે.
