Not Set/ જામનગર/ મીઠોઈ માનવ રહિત ફાટક પાસે કાર અને માલગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત

કારમાં સવાર ત્રણ લોકો થયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા કારમાં ત્રણ પૈકી એક કિશોર હોવાનું આવ્યું સામે કારને અંદાજે 400 મીટર સુધી ફેકાઈ જામનગરના મીઠોઈ નજીક ખુલ્લા ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને માલગાડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજા પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા […]

Top Stories Gujarat Others
  • કારમાં સવાર ત્રણ લોકો થયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા
  • કારમાં ત્રણ પૈકી એક કિશોર હોવાનું આવ્યું સામે
  • કારને અંદાજે 400 મીટર સુધી ફેકાઈ

જામનગરના મીઠોઈ નજીક ખુલ્લા ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને માલગાડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજા પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, માનવ રહિત મીઠોઈ ફાટક ક્રોસ કરતી વખતે કારને ટ્રેને 50 મીટર સુધી ઢસડી હતી. ઉલ્લેખનીય છે કે, આ  માનવ રહિત હોવાથી વાહનચાલકોએ રેલવે ટ્રેક પરથી કોઇ ટ્રેન પસાર થાય છે કે નહીં તે જોવાનું રહે છે. આ માનવ રહિત ફાટક પાસેથી પસાર થતી એક કારનો ચાલક રેલવે ટ્રેક ઓળંગી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રેન આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

ટ્રેનની બ્રેક વાગે તે પહેલાં એન્જીન સાથે કાર 50 મીટર સુધી ઢસડાઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જો કે સદનસીબે મોટી જાનહાનિ થતાં અટકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન