ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમાચાર લખાય ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવી દીધી છે. આપને જણાવી દઈએ કે, ક્રિકેટ ફેન માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
ફિલ્ડિંગ કરતી વખતે શિખર ધવન ઈજાગ્રસ્ત થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયન ઇનિંગની પાંચમી ઓવર દરમિયાન ડ્રાઇવ લગાવાનાં ક્રમમાં શિખર ધવનનાં ડાબા ખભામાં ઇજા થઈ હતી, જેના કારણે તેને ફરીથી મેદાન છોડવું પડ્યું હતું. આપને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલ શિખર ધવનનાં સબસ્ટિટ્યુટ તરીકે મેદાનમાં ઉતર્યો છે. જો કે, બીજી વનડેમાં બેટિંગ કરતી વખતે પણ શિખર ધવન ઘાયલ થયો હતો.
Update: Shikhar Dhawan has gone for an X-Ray. A call on him being available for the game will be taken once he is back & assessed #TeamIndia #INDvAUS pic.twitter.com/94I4tlyxzc
— BCCI (@BCCI) January 19, 2020
શિખર ધવનની ઈજા એ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર છે. જો ભારતીય ઈનિંગની શરૂઆત પહેલા ધવન ફિટ ન થયો તો તે નિરાશાજનક સમાચાર હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
