Dahod News : દાહોદના વરખેડા ખાતે કોબ્રાએ ડંખ મારતા વૃધ્ધાનું મોત નીપજ્યુ હતું. આ વૃધ્ધા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં ખેતરમાં વૃધ્ધાના હાથ ઉપર કોબ્રાએ ડંખ માર્યો હતો. વૃધ્ધાને સારવાર અર્થે હસ્પિટલ ખસેડવામાં આવી હતી.જોકે સારવાર દરમિયાન 70 વર્ષીય નાથલી બેનનું નિધન થયું હતું.
બાદમાં વ-ધ્ધાના મૃતદેહને પોર્સ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. બીજીતરફ રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે સિવાય છુપાયેલા કોબ્રાનું રેસ્ક્યુ કરવા ટીમ બોલાવવામાં આવી હતી. અંતે કોબ્રા બખોલમાં છૂપાઈ જતા રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:છેલ્લા 3 દિવસમાં, વહીવટીતંત્ર અને સુરત ભાજપ સંગઠનો દ્વારા બિહાર જતા નાગરિકોને શક્ય તેટલી મદદ
આ પણ વાંચો:સુરતમાં દુઃખદ ઘટના: ડિંડોલીમાં 13 વર્ષના છોકરાનું વીજ કરંટથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધના રેલ્વે સ્ટેશને સૌથી વધુ મુસાફરોને ઘરે મોકલવાનો રેકોર્ડ બનાવ્યો
