Ahmedabad News : અમદાવાદના રિવરફ્રન્ટ ઈસ્ટ પર એક્સેસ પર જઈ રહેલા ત્રણ કિશોરને અકસ્માત નડ્યો હતો. એક્સેસના ચાલકે કાબૂ ગુમાવતા શીતલ એકવા બિલ્ડિગ ગેટ ન.2 આગળ, રિવરફ્રન્ટ પાર્ક સામે એક્સેસ ડિવાઈડર સાથે ટકરાયું હતું. જેમાં ત્રણેય ગંભીરપણે ઘાયલ થતા હતા. સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે જણાની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતમાં ક્રીશ ભીખાભાઈ પરમાર ઉ.વ. 15 રહે.-મેલડીનગર સોસાયટી, કડીનું મોત નીપજ્યું હતું. જ્યારે મયુરભાઇ નરોત્તમભાઈ સોલંકી ઉ.વ.૧૯ રહે.-ગરીબંનગર, બહેરામપુરા, અમદાવાદ શહેર તથા દીક્ષીતભાઈ નરેશભાઈ સોલંકી ઉ.વ.૧૯ રહે.- ગરીબંનગર, બહેરામપુરા ઘાયલ થયા હતા. એક્સેસ ક્રીશ પરમાર ચલાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો:વડોદરામાં થયો કરૂણ અકસ્માત, ત્રણ મહિનાના બાળકનું નીપજયું કરુણ મોત
આ પણ વાંચો:વડોદરામાં નિવૃત PSI એ નશાની હાલતમાં કર્યો અકસ્માત
