ગાંધીનગર,
૨૩ માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચુંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હતો. ત્યારે રાજ્યસભાની ચુંટણી માટે કોંગ્રેસના બીજા ઉમેદવારના નામ અંગે જોવા મળી રહેલી અટકળોનો અંત આવ્યો છે. આ પહેલા કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવા પાસે પૂરતા દસ્તાવેજો ન હોવાને કારણે હવે તેઓ આ ચુંટણી માટે ફોર્મ ભરી શકે નહિ અને તેઓના સ્થાને રાજીવ શુક્લાનું નામ ચર્ચાઈ રહ્યું હોવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ અંતે નારણ રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું.
Koi problem nahi hai, Narain Rathva hi humaare pratyaashi rahenge.Yeh sirf confirmation karaane ke chakkar mein, pata nahi kisne yeh afvaah chalayi: Shaktisinh Gohil, Congress on earlier reports of Rajiv Shukla being nominated for the Rajya Sabha elections. pic.twitter.com/FvHNmniqIH
— ANI (@ANI) March 12, 2018
નારણ રાઠવાના ઉમેદવારીએ લઇ જોવા મળતી અટકળોને કોંગ્રેસના નેતાઓએ માત્ર અફવાઓ ગણાવી હતી. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આ અંગે જણાવતા કહ્યું, કોઈ સમસ્યા નથી. નારણ રાઠવા જ અમારા રાજ્યસભાના ઉમેદવાર રહેશે. આ માત્ર સમર્થન કરવાના ચક્કરમાં ન જાણે કોઈએ આં અફવા ફેલાવી હતી.
Naren bhai ki nomination ki prakriya shuru ho chuki hai. Thode samay mein woh apna form nirvachan adhikaari ko denge. Party ne kal hi decide kar liya tha ki Naren bhai aur Amee behen hi Rajya Sabha chunav ladne jaa rahe hain: Paresh Dhanani, Congress. #Gujarat pic.twitter.com/pNh4cwv1xH
— ANI (@ANI) March 12, 2018
આ ઉપરાંત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, નારણ ભાઈની નોમિનેશનની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. ટુંક જ સમયમાં તે પોતાનું ઉમેદાવરી ફોર્મ અધિકારીને સુપરત કરશે. પાર્ટી દ્વારા નક્કી કરી લેવામાં આવ્યું છે કે નારણ ભાઈ અને અમી બેન જ રાજ્યસભાની ચુંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસના નારણ રાઠવા અગાઉ લોકસભામાં ચૂંટાયા હતા અને કેન્દ્રમાં રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન પણ રહી ચુક્યા છે, જયારે ડો. અમી યાજ્ઞિક ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે અને ભૂતકાળમાં કોંગ્રેસના પ્રવક્તા પણ રહી ચુક્યા છે.
વળી બીજી બાજુ કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીયમંત્રી નારણ રાઠવા અને અમી યાજ્ઞિકના નામ જાહેર કર્યા હતા. પરંતુ કોંગ્રેસના પ્રવક્તા અમી યાજ્ઞિકની પસંદગી થતા પાર્ટીમાં અસંતોષ ફેલાયો છે. સોનલબેન પટેલે કોંગ્રેસ પાર્ટીના મહિલા મોરચના પ્રમુખ પદ પરથી તેમને રાજીનામું આપી દીધું છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની અન્ય મહિલાઓએ પણ રાજીનામાં આપ્યા હોવાની વાત બહાર આવી છે.
મહત્વનું છે કે, ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ૨૩ માર્ચના ચુંટણી યોજાવાની છે. ત્યારે પહેલેથી જ ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાનો પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પોતાની ઉમેદવારી નોધાવી ચુક્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના સભ્ય અને પૂર્વ આઈએએસ પી કે વાલેરાએ અપક્ષ ઉમેદવારી નોધાવી છે.
