ભાવવધારો/ ડુંગળીના દામમાં ડામ ! ગરીબોની કસ્તુરીનાં ભાવ અમીરોની આંખોમાં પણ પાણી લાવી રહ્યા છે

ગરીબોની કસ્તૂરી ગણાતી ડૂંગળીના ભાવ ફરીથી આસમાને પહોંચી રહ્યા છે. કારણ કે છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. બે સપ્તાહ પહેલા જે ડુંગળી 20 રૂપિયા આસપાસ

Gujarat Others

ગરીબોની કસ્તૂરી ગણાતી ડૂંગળીના ભાવ ફરીથી આસમાને પહોંચી રહ્યા છે. કારણ કે છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. બે સપ્તાહ પહેલા જે ડુંગળી 20 રૂપિયા આસપાસ હતી તેના હવે એક કિલોએ 60 રૂપિયા થઇ જવા પામ્યા છે.

ડુંગળીના દામમાં ડામ !

ભાવમાં ભડકો, ડુંગળીના દામમાં ડામ
બે સપ્તાહમાં ત્રણ ગણો વધારો થયો

20 રૂપિયે કિલો ડુંગળી હવે રૂપિયા 50-60એ પહોંચી

એક વાર ફરી દેશમાં ડુંગળીની કિંમતમાં મોટો વધારો જોવા મળ્યો છે. 15 દિવસથી ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે બે સપ્તાહમાં જ ભાવમાં 3 ગણો વઘારો નોંધાયો છે. જેના કારણે 20 રૂપિયે કિલોની ડુંગળીના ભાવ 50-60 રૂપિયે કિલો સુધી પહોંચી ગઇ છે. હજુ પણ એક સપ્તાહ ડુંગળીના ભાવ આસમાને રહેવાની સંભાવના છે કારણ કે મહારાષ્ટ્રમાં થોક ભાવ 1000 રૂપિયે કિલો પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે અને કારોબારીઓનું કહેવું છે કે 15 ફેબ્રુઆરીથી નાસિકથી ડુંગળીનો સપ્લાય શરૂ થશે ત્યાર બાદ કિંમતમાં ઘટાડો આવી શકે છે.

શું છે કિંમતમાં વધારો થવાનું કારણ ?

કિંમતમાં વધારો તેના સપ્લાયમાં આવી રહેલી મુશ્કેલી છે. કિંમતમાં વધારાને લઈને એશિયાની સૌથી મોટી ફળ અને શાક માર્કેટ આઝાદપુર મંડીની માહિતીના આઘારે અને ઓછા સપ્લાયના કારણે કિંમતો વધી રહી છે. જે ડુંગળીનો થોકનો ભાવ 22 રૂપિયે કિલો હતો અને સાથે તે હવે 33 રૂપિયે કિલો થઈ ચૂક્યો છે.

દિલ્હી-એનસીઆરમાં પણ વધ્યો ભાવ

ડુંગળીની કિંમતોમાં ફક્ત દિલ્હીના અનેક વિસ્તારોમાં કિંમતોમાં ભાવ વધ્યો છે. કારોબારીઓનું કહેવું છે કે ડુંગળીના થોકના ભાવ વધી રહ્યા છે જેના કારણે રીટેલ કિંમત પણ વધી રહી છે. નોઈડામાં હાલમાં કિંમત 50-60 રૂપિયા પહોંચી છે. આ સિવાય અન્ય શાકમાં પણ 10-20 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…