Anand News/ આણંદની ત્રણેય નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાશે

આણંદ જિલ્લામાં ઓડ નગરપાલિકામાં ભાજપે ૨૪માંથી તમામ બેઠકો જીતી ક્લીન સ્વીપ મેળવી હતી

Top Stories Gujarat Breaking News

Anand News : આણંદની ત્રણેય નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાવાની છે. જેમાં આણંદ જિલ્લાની આંકલાવ, ઓડ અને બોરિયાવી પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખની મંગળવારે ચૂંટણી યોજાશે. રોટેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે ઓડમાં સામાન્ય, બોરિયાવીમાં મહિલા પછાત અને આંકલાવમાં મહિલા સામાન્ય ઉમેદવાર પ્રમુખ પદ મેળવી શકશે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે સભ્યોએ રાજકીય આકાઓનું શરણું લીધું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આણંદ જિલ્લામાં ઓડ નગરપાલિકામાં ભાજપે ૨૪માંથી તમામ બેઠકો જીતી ક્લીન સ્વીપ મેળવી હતી.

જ્યારે બોરીયાવીમાં ૨૪માંથી ૧૫ બેઠકો જીતી બહુમતી હાંસલ કરી હતી. જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં ૨૪માંથી ૧૦ બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ અપક્ષ તરીકે ચૂંટાયેલા પાંચ કાઉન્સિલરોએ ભાજપનો ખેસ ધારણ કરતાં ભાજપનું સંખ્યાબળ ૧૫ સુધી પહોંચતા ભાજપને બહુમતી મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ચૂંટાયેલા સભ્યો દ્વારા આંકલાવ અને બોરીયાવી નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ પદ માટે લોબિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

અનેક સભ્યોએ પોતાના રાજકીય આકાઓનું શરણું લીધું હતું. આણંદ જિલ્લાની ત્રણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે બે દિવસ પૂર્વે જ ભાજપના નિરીક્ષકો દ્વારા કમલમ ખાતે ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે બેઠક યોજવામાં આવી હતી અને સેન્સ પ્રક્રિયા હાથ ધરી ચેનલો બનાવી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં વિગતો મોકલી આપવામાં આવી હતી.પાંચમી માર્ચના રોજ આણંદની ત્રણેય નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે.

ત્રણેય નગરપાલિકાની પ્રથમ બેઠકમાં પ્રારંભિક અઢી વર્ષ માટે પ્રમુખ- ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરાશે. ઓડ ખાતે આણંદ પ્રાંત અધિકારી, બોરિયાવીમાં જમીન સુધારણાના નાયબ કલેક્ટર અને આંકલાવ ખાતે બોરસદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાશે. આણંદ જિલ્લાની તમામ પાલિકામાં અઢી વર્ષ શાસન માટે ગત વર્ષે રોટેશન જાહેર કરાયું હતું. જે મુજબ આણંદ જિલ્લાની ઓડમાં સામાન્ય, બોરિયાવીમાં મહિલા પછાત અને આંકલાવમાં મહિલા સામાન્ય બેઠક પર પ્રમુખ પદ મેળવશે.

આણંદ જિલ્લાની આંકલાવ, ઓડ અને બોરીયાવી નગરપાલિકામાં ભાજપની બહુમતી હોવાથી ત્રણેય પાલિકાઓમાં ભાજપ સત્તા મેળવે તેવી પ્રબળ શક્યતા છે. ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદના નામ માટે મેન્ડેટ આપવાની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્રણેય પાલિકાઓમાં ભાજપની બહુમતી હોવાથી પ્રમુખ- ઉપપ્રમુખની વરણી બિનહરીફ થવાની પ્રબળ શકયતા છે. બીજી તરફ ભાજપ મોવડી મંડળ દ્વારા પ્રમુખ- ઉપપ્રમુખ પદના નામોની પસંદગી અગાઉથી જ કરી દેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પક્ડયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત સરકારની આ યોજના દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરશે, જાણો કેવી રીતે અરજી કરવી

આ પણ વાંચો: હર્ષ સંઘવી; મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય

આ પણ વાંચો: ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા, જાણો સંપૂર્ણ માહિતી