શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસભવન ખાતે પત્રકાર પરિસદ યોજી સરકાર તથા તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યુંકે અસંખ્ય નાના બાળકોના મોત થયા છે, આ ઉપરાંત જણાવ્યુંકે શિશુવોર્ડમાં ડસ્ટફિલ્ટર ના અભાવે બાળકોમાં ચેપની શક્યતા વધે છે, બાળકોને વોર્ડમાં લીક્વીડ આહાર નથી અપાતો જેવી બાબતો જણાવી હતી,
આ ઉપરાંત સરકાર પર પ્રહાર કરતા કહ્યુંકે, ઉત્તરપ્રદેશમાં બાળકોના થયેલા મૃત્યુની ગુજરાત સરકારે હોડ કરવાની જરૂર નથી અને જણાવ્યું કે હવે સરકારે સી.સી.ટીવી લાગવા દોડી રહી છે. બાળકો ના મૃત્યુની ઘટના શરમજનક છે. આ ઉપરાંત બાળકોના મોતની તપાસ સીટીંગ જજની અધ્યક્ષતામાં થવી જોઈએ.
