Not Set/ ડીવિલિયર્સને પછાડી કોહલી બન્યો વિશ્વનો નં ૧ બેટ્સમેન

ICC દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી વન-ડે બેટ્સમેનની રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો નં. ૧ બેટ્સમેન બની ગયો છે. કોહલીએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડીવિલિયર્સને પછાડી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. જયારે બોલરોની યાદીમાં ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ત્રીજા સ્થાન પર પહોચ્યો છે. મહત્વનું છે કે, ન્યુઝીલેન્ડ સામે રમાયેલી સિરીઝમાં વિરાટ કોહલીએ બે સદી […]

Sports

ICC દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી વન-ડે બેટ્સમેનની રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો નં. ૧ બેટ્સમેન બની ગયો છે. કોહલીએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડીવિલિયર્સને પછાડી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. જયારે બોલરોની યાદીમાં ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ત્રીજા સ્થાન પર પહોચ્યો છે.

મહત્વનું છે કે, ન્યુઝીલેન્ડ સામે રમાયેલી સિરીઝમાં વિરાટ કોહલીએ બે સદી સાથે સૌથી વધુ ૨૬૩ રન ફટકાર્યા હતા અને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ICC દ્વારા જાહેર કરવામાં આવેલ રેન્કિંગમાં કોહલી ૮૮૯ પોઇન્ટ છે. વિરાટ કોહલી સિવાય ટોપ ૧૦ માં રોહિત શર્મા ૭ માં ક્રમાંકે છે, જયારે એમ એસ ધોની ૧૧ માં અને શિખર ધવન ૧૫ માં ક્રમાંકે છે.