T20 World Cup/ સ્કોટલેન્ડે T20 વર્લ્ડકપમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ, અફઘાનિસ્તાને પણ કર્યો આ ખાસ રેકોર્ડ પોતાના નામે

સ્કોટલેન્ડે T20 વર્લ્ડકપમાં સૌથી શરમજનક રેકોર્ડ પર પોતાનું નામ નોંધાવ્યું છે. સ્કોટલેન્ડ વર્લ્ડકપમાં સૌથી ઓછા સ્કોર બનાવી આઉટ થનારી પાંચમી ટીમ બની છે.

Sports
સ્કોટલેન્ડ શરમજનક રેકોર્ડ

T20 વર્લ્ડકપમાં સોમવારે પોતાનો પ્રવાસ શરૂ કરવા ઉતરેલી અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું હતું. શારજાહમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 190 રન બનાવી દીધા હતા. જો કે મેચમાં સ્કોટલેન્ડ અફઘાનિસ્તાનને ફાઇટ પણ આપી શકી નહોતી.

સ્કોટલેન્ડ શરમજનક રેકોર્ડ

આ પણ વાંચો – icc t-20 world cup / અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું,મુજીબ રહેમાને 5 વિકેટ લીધી

સ્કોટલેન્ડે T20 વર્લ્ડકપમાં સૌથી શરમજનક રેકોર્ડ પર પોતાનું નામ નોંધાવ્યું છે. સ્કોટલેન્ડ વર્લ્ડકપમાં સૌથી ઓછા સ્કોર બનાવી આઉટ થનારી પાંચમી ટીમ બની છે. જોકે આ યાદીમાં નેધરલેન્ડનું નામ સૌથી ઉપર છે. નેધરલેન્ડ 2014માં શ્રીલંકા સામે માત્ર 39 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જ્યારે 2021માં નેધરલેન્ડ એકવાર ફરી શ્રીલંકા સામે 44 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સૌથી ઓછો સ્કોર બનાવવામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ત્રીજા સ્થાને છે. 2021 નાં ​​વર્લ્ડકપમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડ સામે 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 2014માં શ્રીલંકા સામે 60 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને હવે સ્કોટલેન્ડની ટીમ 60 રનમાં ઓલઆઉટ થઈ હતી.

જણાવી દઇએ કે, અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ સામે T20 વર્લ્ડકપની ત્રીજી સૌથી મોટી જીત નોંધાવી છે. આ પહેલા શ્રીલંકાએ કેન્યાને સૌથી મોટા અંતરથી હરાવ્યું હતુ. 2007 માં શ્રીલંકાએ કેન્યાને 172 રનથી હરાવ્યું હતું. તે પછી બીજી સૌથી મોટી જીત દક્ષિણ આફ્રિકાનાં નામે છે. 2009 માં આફ્રિકાએ સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું હતું. હવે અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું છે. 2012માં ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 116 રનથી હરાવ્યું હતું. આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ સામે LBW નો રેકોર્ડ પણ બનાવ્યો હતો. અફઘાનિસ્તાનનાં બોલરોએ સ્કોટલેન્ડનાં પાંચ બેટ્સમેનોને LBW આઉટ કર્યા હતા. T20 ક્રિકેટમાં આ બીજી વખત છે જ્યારે કોઈ ટીમ એક ઇનિંગમાં પાંચ વખત LBW આઉટ થઈ હોય. જો કે વર્તમાન વર્લ્ડકપમાં જ નેધરલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં આવું બન્યું છે.

અફઘાનિસ્તાનનો રેકોર્ડ

આ પણ વાંચો – સ્પોર્ટ્સ / MS ધોનીએ કહ્યું હતું -ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારશે તો ચોક્કસ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

ઉલ્લેખનીય છે કે, 190 રનનાં વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી સ્કોટલેન્ડની ટીમ અફઘાનિસ્તાનનાં સ્પિનરની સામે નિષ્ફળ રહી હતી. અફઘાનિસ્તાનનાં સ્પિનર ​​મુજીબુર રહેમાને 28 રનનાં સ્કોર પર સ્કોટલેન્ડને ત્રણ ઝટકા આપ્યા હતા. આ ઝટકાઓ પછી, સ્કોટલેન્ડની ટીમ પરત ફરી શકી નહીં અને તેની એક પછી એક વિકેટ પડતી રહી. અફઘાનિસ્તાન તરફથી સ્પિન બોલર મુજીબુર રહેમાને શાનદાર બોલિંગ કરીને 20 રન ખર્ચ્યા અને 5 વિકેટ પોતાના નામે કરી. બીજી તરફ, અફઘાનિસ્તાનનાં બીજા સ્પિન બોલર રાશિદ ખાને ચાર સ્કોટિશ બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા, અને અફઘાનિસ્તાનને 130 રનથી જંગી જીત નોંધાવવામાં મદદ કરી. આ જીત બાદ અફઘાનિસ્તાનનો ઉત્સાહ વધી ગયો છે. આ મોટી જીત સાથે તેણે પોતાની આગામી મેચમાં મોટા અપસેટનાં સંકેત પણ આપી દીધા છે.