Not Set/ કોરોના સંક્રમિત મિલ્ખા સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

કોરોનાથી સંક્રમિત થયા બાદ ઉદનિસિખ તરીકે જાણીતા પદ્મશ્રી મિલ્ખા સિંહની હાલત કથળી છે. જેના કારણે તેમને મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Sports

કોરોનાથી સંક્રમિત થયા બાદ ઉદનિસિખ તરીકે જાણીતા પદ્મશ્રી મિલ્ખા સિંહની હાલત કથળી છે. જેના કારણે તેમને મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિલ્ખા સિંહ ખૂબ નબળાઇ અનુભવી રહ્યા હતા, તેમની તબિયત પણ સતત બગડતી હતી. ઓક્સિજનના અભાવને કારણે તેને ડિહાઇડ્રેશન (ઝાડા અને ઉલટી) થઈ હતી.

આ સિવાય મિલ્ખા સિંહ જમવાનું પણ છોડી દીધું છે. મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌરે જણાવ્યું હતું કે તેની બગડતી સ્થિતિને કારણે પીજીઆઈ દ્વારા ઘરે એક એટેન્ડન્ટ અને ઓક્સિજન સુવિધા આપવામાં આવી હતી, પરંતુ પરિવારના સભ્યોએ ડોકટરોની સલાહ લીધા બાદ તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હવે તેઓ ફોર્ટિસ ખાતે કોવિડના ઇન્ચાર્જ ડો.અમિતકુમાર મંડળની દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે.

Milkha Singh

આ પણ વાંચો :ટી-20 વર્લ્ડકપમાં મોહમ્મદ આમિરની પાકિસ્તાનની ટીમમાં છે જરૂરઃ વસીમ અકરમ

91 વર્ષીય મિલ્ખા સિંહનો ગત બુધવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેઓ ચંદીગઢ સ્થિત પોતાના ઘરે આઇસોલેટ થઈ ગયા હતા. હોસ્પિટલના સિત્રોએ જણાવ્યું કે, મિલ્ખા સિંહની તબિયત સ્થિર છે.

મિલ્ખા સિંહે રિપોર્ટ આવ્યા પછી જણાવ્યું હતું કે, તેમના બે ઘરના સહાયક સંક્રમિત થયા પછી તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ ટેસ્ટ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બુધવારે તેમના પત્ની નિર્મલ કૌર સહિત પરિવારના અન્ય કોઈ સભ્યનો રિપોર્ટ પોઝિટિવ નહોતો આવ્યો.

આ પણ વાંચો :નેટફ્લિક્સની સ્પેનિશ ક્રાઇમ વેબ સિરીઝ મની હાઇસ્ટની અંતિમ સીઝનની ડેટ જાહેર

ભારત માટે આંતરરાષ્ટ્રિય સ્તરે શાનદાર પ્રદર્શન કરનાર મિલ્ખા સિંહ પર એક બોલિવુડ ફિલ્મનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ફરહાન અખ્તરે મિલ્ખા સિંહની ખુબ શાનદાર રીતે ભૂમિકા ભજવી છે. મિલ્ખા સિંહનો જન્મ શીખ પરિવારમાં થયો છે, તેઓ 1960માં રોમમાં યોજાયેલા ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં યોજાયેલ ઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ પણ કરી ચુક્યા છે. તેમના ઉડતા શીખનો ખિતાબ પણ મેળવી ચુક્યા છે. મિલ્ખા સિંહ ભારતના શ્રેષ્ઠતમ ખેલાડીઓમાંના એક છે.

આ પણ વાંચો :PM મોદીના હવાઈ નિરીક્ષણની જુઓ આ ખાસ તસવીરો