બનાસકાંઠા,
ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં વધારો ઝીંકાઇ રહ્યો છે. ત્યારે વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે.બનાસકાંઠાના વાવ હાઈવે પર ત્રેવડો અકસ્માત સર્જાયો. બનાસકાંઠાના વાવ હાઈવે પર પુરપાટ ઝડપથી આવતા ટ્રક, જીપ અને સિફ્ટ કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે.
આ અકસ્માતમાં સિફ્ટ કારના ચાલકને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. વાઢિયા નજીક સર્જાયેલા આ ત્રેવડા અકસ્માતની જાણ થતા વાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસે અકસ્માત સર્જનાર બન્ને વાહનો કબ્જે લઈ તેના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
