Gir Somnath News : ગીર સોમનાથ જીલ્લા ના નાના એવા ઉંબા ગામે આવેલ અંદાજીત 1600 વષઁ પૌરાણીક અને પ્રાચીન ઓમનાથ મહાદેવનુ મંદિર લોકોની આસ્થાનુ પ્રતિક છે અહી કુદરતી સૌંદર્ય વાતાવરણ સાથે દેવકા નદીનો પ્રવાહ કાયમી વહેતો જોવા મળે છે. હજજારોની સંખ્યામા પ્રવાસીઓ પરીવાર સાથે અહી ઉમટી પડ્યા છે .
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અમો આપને એક એવા શિવ મંદિર ના દશઁન કરાવીશુ કે જે પૌરાણીક અને પ્રાચીન છે. ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ તાલુકાના નાના એવા ઉંબા ગામે આવેલ અંદાજીત 1600 વષઁ પૌરાણીક અને પ્રાચીન છે ઓમનાથ મહાદેવ મંદિર . આ મંદિર ની સ્થાપના 13 મી સદીમા થયેલ હોવાનુ મનાય છે. વિશ્ર્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર અધમીઁ મહંમદ ગઝનવીએ અનેક વખત ચડાઇ કરી એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ સોમનાથ મંદિર પર ચડાઇ કરતા સમયે મહંમદ ગઝનવી એ અહી ઓમનાથ મહાદેવ મંદિરની જગ્યા પર પડાવ કયોઁ હતો.
પડાવ કરતાની સાથે પોતે અધમીઁ હોય અહી આવેલ સુયઁમંદિર અને આસપાસના દેવીદેવતાઓની મૂતીઁઓને પણ ખંડીત કરી હતી. જે આજે પણ જુની યાદ તાજી કરાવે છે .અહી પુરાતત્વ ખાતાએ બોડઁ લગાવી આવી આ જગ્યાનો કબ્જો લીધેલ છે જેથી આ જગ્યાનો વિકાસ રુંધાયેલો છે પરંતુ આ ઉંબા ગામના લોકો , વેરાવળ તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત દ્રારા આ જગ્યાનો હાલ ઘણો વિકાસ કયોઁ છે .કહેવાય છે કે આ સાધુ સંતોનો ભૂમી છે આ જગ્યાની જાળવણી વષોંથી સાધુ સંતો કરતા આવ્યા છે અને આજેપણ ઓલ ઇન્ડિયા નિમુઁલી અખાડા સાધુ સમાજ ના પ્રમુખ રાજેન્દ્ર દાસ બાપુની દેખરેખ હેઠળ આ જગ્યાની જાળવણી કરવામા આવી રહેલ છે .આ જગ્યાની વાત કરવામા આવે તો અહી ઓમનાથ મહાદેવ સાક્ષાત છે.
અહીના લોકોની માન્યતા છે કે કોઇપણ નિસંતાન દંપતી અહી સાચા મનથી પ્રાથઁના કરે તો તેની મનોકામના પૂર્ણ થાય છે અને ઘણા લોકોના પારણા પણ બંધાયા છે .ઓમનાથ મહાદેવ ઉપરાંત અનેક દેવદેવતાઓના મંદિર અહી આવેલા છે .મંદિર ની ચારે તરફથી દેવકા નદીનો પ્રવાહ કાયમી વહેતો જોવા મળે છે. કહેવાય છે કે ગમે તેવો દુષ્કાળ પડે પણ અહી પાણી ઓછુ થતુ નથી. કુદરતની ગોદમા આવેલ ઓમનાથ મહાદેવ મંદિર એક પયઁટન સ્થળ પણ બની ચુકયું છે શ્રાવણ માસ અને રજાના દિવસોમાં અહી માનવમહેરામણ ઉમટી પડે છે લોકો વહેતા પાણીમાં સ્નાન કરે છે અને ઓમનાથ મહાદેવ ના દશઁન કરી ધન્યતા અનુભવે છે .
ગીર સોમનાથ જીલ્લાના તમામ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારના ભાવીકો ઓમનાથ મહાદેવ મંદિરના દશઁન માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે .કહેવાય છે કે સૌરાષ્ટ્ર એ સાધુ સંતોની ભૂમી છે ત્યારે ગીરની ગોદમા સમાયેલુ અને ચારે તરફથી વહેતી નદીની વચ્ચે આવેલ ઓમનાથ મહાદેવ મંદિરની શરુઆત જ નાગાબાવા એ કરેલ હતી ત્યારથી આજસુધી આ જગ્યા પર ઘણા પ્રતાપી સાધુ મહંતો આવી ગયેલ જેની પ્રતીમા આજે પણ હયાત છે અને તેમના નામનું સ્મરણ કરી નાળિયેર વધારી અને પોતાના ખેતરમા પધરાવવાથી ખેડૂતો ને સારા પાક થયાની લોકવાયીકા છે .
તાલુકા પંચાયત દ્રારા સ્નાનઘાટ , આરસીસી- સીસી રોડ ,સ્મશાનનુ ડેવલોપમેન્ટ, લાઇટો , ઉંબા ને જોડતા રસ્તાઓ આ સહીતના કામો કરેલ છે વધુમા વિશાળ કોમ્યુનીટી હોલ , ગેસ્ટહાઉસ , રસ્તાઓ પહોળા , ઉંબા ગામથી ઓમનાથ મહાદેવ મંદિર સુધી લાઇટો , 150 મીટર સુધીનો રીવરફ્રન્ટ , વોક વે સહીતના કામો હાથ ધરેલ છે
