Aravalli News/ મેઘરજ B.Ed. કોલેજમાં પ્રોફેસરોના સમયપાલન અંગે આક્ષેપો, ઉચ્ચ શિક્ષણ કમિશનરને રજૂઆત

મેઘરજની B.Ed. કોલેજ (Meghraj BEd College)માં કેટલાક અધ્યાપકોના સમયપાલન અને હાજરી (Professor Attendance)ને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે

Gujarat Others
મેઘરજની B.Ed. કોલેજ (Meghraj BEd College)માં કેટલાક અધ્યાપકોના સમયપાલન અને હાજરી (Professor Attendance)ને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે

Aravalli News :  મેઘરજની B.Ed. કોલેજ (Meghraj BEd College)માં કેટલાક અધ્યાપકોના સમયપાલન અને હાજરી (Professor Attendance)ને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક પ્રોફેસરો કોલેજના નિર્ધારિત સમય દરમિયાન નિયમિત હાજર રહેતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ઉચ્ચ શિક્ષણ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક અધ્યાપકો કોલેજમાં મોડા આવતા હોવાને કારણે શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર અસર થઈ રહી છે. ખાસ કરીને અપડાઉન કરતા કેટલાક પ્રોફેસરોના કારણે સમયસર કામગીરી ન થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

નોટિસ બાદ પણ સમયપાલનમાં સુધારો નહીં?

આક્ષેપ મુજબ, સમયપાલન અંગે અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં કેટલાક અધ્યાપકોની કામગીરીમાં અપેક્ષિત સુધારો થયો નથી. જેના પગલે કોલેજની નિયમિત શૈક્ષણિક વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના હિતને લઈને સવાલો ઊભા થયા છે.

બાયોમેટ્રિક હાજરી (Biometric Attendance)નો વિરોધ

કોલેજમાં બાયોમેટ્રિક હાજરી (Biometric Attendance)ને લઈને પણ વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ચાર અધ્યાપકોએ બાયોમેટ્રિક હાજરી નો વિરોધ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દો પણ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પૂર્વ ઇન્ચાર્જ આચાર્યને ધમકીનો આક્ષેપ

સમગ્ર મામલામાં પૂર્વ ઇન્ચાર્જ આચાર્યને ધમકી આપવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આ આક્ષેપ અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.

શિક્ષણ મંત્રી સમક્ષ પણ રજૂઆત

મામલો ઉચ્ચ શિક્ષણ કમિશનર (Higher Education Commissioner)સુધી પહોંચ્યો છે. સાથે જ શિક્ષણ મંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવાનું અને શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપી હોવાનું રજૂઆતકર્તાઓ દ્વારા જણાવાયું છે.

હવે સમગ્ર મામલે ઉચ્ચ શિક્ષણ વિભાગ (Education Department)દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને તપાસમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે. કોલેજના અધ્યાપકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે તેમનો પક્ષ તથા સત્તાવાર તપાસના તારણો સામે આવ્યા બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.


આ પણ વાંચો : હવે નહિ ચાલે કોલેજમાં પ્રોફેસરોની મનમાની, લેક્ચરર અને પ્રોફેસરની ૭ કલાકની હાજરી ફરજીયાત

આ પણ વાંચો : Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ

આ પણ વાંચો : શિક્ષણ વિભાગ દ્વારા 13 વર્ષ બાદ પ્રોફેસરોની બદલી અને બઢતીનાં આદેશ