Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલના યુવાન ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં (Surat Doctor Harsh Pandya Case) ખટોદરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મૃતક ડોક્ટરના પિતાની લેખિત ફરિયાદના આધારે નવી સિવિલ હોસ્પિટલના ચાર રેસિડેન્ટ ડોક્ટરો વિરુદ્ધ ગુનો (Resident Doctors FIR) નોંધવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.ફરિયાદ મુજબ, ડો. હર્ષ પંડ્યાને કથિત રીતે સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ મામલે તેમને આપઘાત માટે મજબૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Resident Doctors FIR: ચાર રેસિડેન્ટ ડોક્ટરો સામે ગંભીર કલમો હેઠળ કાર્યવાહી
પોલીસે ફરિયાદના આધારે ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા અને ડો. હિના ભુત સામે FIR નોંધી હોવાનું જાણવા મળે છે. કેસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ ઘટનાને પગલે તબીબી ( Harsh Pandya Suicide Case) ક્ષેત્ર અને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ ચર્ચા જાગી છે.
પોલીસે તપાસ તેજ કરી
FIR નોંધાયા બાદ ખટોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ આગળ વધારી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો, સંબંધિત પુરાવા અને અન્ય વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી ડોક્ટરો સામે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે પોલીસ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા પર નિર્ભર રહેશે. કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો: ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પિતાના ગંભીર સવાલો, રેગિંગ મામલે નિષ્પક્ષ તપાસની માંગ
આ પણ વાંચો: સુરત હર્ષ પંડ્યા આપઘાત કેસમાં આરોપી ડો. અનુજ પોલીસ સમક્ષ હાજર, રેગિંગના આરોપો નકાર્યા
આ પણ વાંચો: ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ: એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો, ડીન રજા પર
