Entertainment News : ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વભરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ અમેરિકાના ન્યૂયોર્ક સિટી સ્થિત વિશ્વપ્રસિદ્ધ ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ ખાતે એક અદ્ભુત નજારો સર્જાયો હતો. આઝાદીના પર્વ પર આ આઇકોનિક બિલ્ડિંગ ‘હાર્મની ઇન હેરિટેજ’ થીમ હેઠળ ભારતીય તિરંગાના રંગોમાં ઝળહળી ઉઠી હતી.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભારતના અતિ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(TMKOC)ના કલાકારો અને નિર્માતા ખાસ ન્યૂયોર્ક પહોંચ્યા હતા અને દેશભક્તિના રંગમાં રંગાઈને આઝાદીનો જશ્ન મનાવ્યો હતો.
TMKOC : ન્યૂયોર્કના આકાશમાં ગૂંજ્યો આઝાદીનો નાદ
આ ખાસ લાઈટિંગ સમારોહ (Lighting ceremony)માં સામેલ થવા માટે શોના નિર્માતા અસિત કુમાર મોદી, જેઠાલાલ ફેમ દિલીપ જોશી, આત્મારામ ભીડે ફેમ મંદાર ચંદવાડકર, બબિતાજી ફેમ મુનમુન દત્તા અને માધવી ભાભી ફેમ સોનાલિકા જોશી ન્યૂયોર્ક પહોંચ્યા હતા. સાઉથના પ્રખ્યાત એક્ટર અદિવી શેષ પણ આ ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. આખી ટીમે વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને સ્વતંત્રતા પર્વનો ગૌરવપૂર્ણ ઉત્સવ મનાવ્યો હતો.

86 મા માળેથી ન્યૂયોર્કનો શાનદાર નજારો
લાઈટિંગ ઈવેન્ટ (Lighting Event)બાદ ટીમે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના 86 મા માળે આવેલા ઓબ્ઝર્વેશન ડેકની મુલાકાત લીધી હતી. અમેરિકાના આ નંબર 1 પ્રવાસન સ્થળ પરથી આખી ટીમે અદ્ભુત તસવીરો અને વીડિયો શૂટ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા (Social Media)પર ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
અસિત મોદીનો ભાવુક વીડિયો
શોના નિર્માતા અસિત કુમાર મોદીએ સોશિયલ મીડિયા પર ન્યૂયોર્કના મનોરમ દ્રશ્યો સાથેનો એક ખાસ વીડિયો શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું, “દુનિયાની ઊંચાઈઓ પરથી ન્યૂયોર્કનો આ નજારો જોવો એક અદ્ભુત અનુભવ છે. અહીં ઊભા રહીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અત્યાર સુધીની શાનદાર સફર પર મને ગર્વ થઈ રહ્યો છે. અમે ખૂબ જ ટૂંક સમયમાં 5000 એપિસોડ પૂરા કરવાની ઐતિહાસિક સિદ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ.”
આ પણ વાંચો :સમય રૈના સહિત 5 કોમેડિયન્સને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે FIR રદ કરી; કહ્યું- ‘આ યુવાનો ખૂબ હોનહાર છે’
આ પણ વાંચો :કંગના રનૌતનો રૂપિયા 56 લાખનો સંસદ લુક ચર્ચામાં, 35 લાખની બેગ અને 21 લાખની ઘડિયાળ
આ પણ વાંચો :‘બાઝીગર’ના બબલુથી 277 કરોડના માલિક બનવા સુધી; જાણો બોલિવૂડના દાદા જોની લીવરનો સંઘર્ષ
