Entertainment News/ ‘બાઝીગર’ના બબલુથી 277 કરોડના માલિક બનવા સુધી; જાણો બોલિવૂડના દાદા જોની લીવરનો સંઘર્ષ

બોલિવૂડના કોમેડી કિંગ જોની લીવરના (Johnny Lever) જન્મદિવસ પર જાણો તેમની પ્રેરણાદાયી સંઘર્ષગાથા. 7 મું પાસ થઈ રસ્તા પર પેન વેચનાર કલાકાર કેવી રીતે 600 ના પગારથી 277 કરોડની સંપત્તિના માલિક બન્યા.

Entertainment
Johnny Lever From Struggle to Stardom

Entertainment News : બોલિવૂડ સિનેમાના ઇતિહાસમાં અસંખ્ય કલાકારો આવ્યા અને ગયા, પરંતુ જે અનોખી શૈલી અને કોમિક ટાઈમિંગથી દર્શકોના દિલ જીત્યા છે તેવા મનોરંજનકર્તા ઓ ખૂબ વિરલ હોય છે. 80 અને 90ના દાયકામાં ફિલ્મની સફળતાની ગેરંટી ગણાતા જોની લીવરે (Johnny Lever) પોતાની એક્ટિંગથી દેશભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. આજે તેઓ હિન્દી સિનેમા (Hindi cinema)ના સૌથી સફળ અને અમીર કોમેડિયન્સ (Comedians)માં સ્થાન ધરાવે છે, પરંતુ આ ભવ્ય સફળતા પાછળ એક અત્યંત કઠિન અને પ્રેરણાદાયી સંઘર્ષ છુપાયેલો છે.

Johnny Lever : 600ના ફેક્ટરી પગારથી લઈને મુંબઈની ટ્રેનમાં નારંગી વેચવા સુધીની કઠિન લડાઈ

14 ઓગસ્ટ, 1957ના રોજ આંધ્રપ્રદેશના એક સાધારણ ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા જોની લીવરનું પ્રારંભિક જીવન ગરીબીમાં વિત્યું હતું. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ માત્ર 7મા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. 18 વર્ષની ઉંમરે તેમણે પોતાના પિતાની કંપની હિન્દુસ્તાન યુનિલિવરમાં 600ના માસિક પગારથી નોકરી શરૂ કરી હતી. પરિવારનું પોષણ કરવા માટે તેમણે મુંબઈના રસ્તાઓ પર પેન વેચવાથી લઈને લોકલ ટ્રેનોમાં નારંગી વેચવા સુધીના નાનાં-મોટાં કામ કરવા પડ્યા હતા.

JOHNNY DADA

સુનીલ દત્તે ઓળખી પ્રતિભા, ‘બાઝીગર’ ફિલ્મે રાતોરાત બદલી નાખી કિસ્મત

જોની લીવરમાં નાનપણથી જ મિમિક્રી અને સ્ટેન્ડ-અપ કોમેડી (Mimicry and Stand-up Comedy)ની અદ્ભુત કળા હતી. તેઓ રસ્તા પર પેન વેચતી વખતે પણ બોલિવૂડ કલાકારોની નકલ કરીને લોકોને આકર્ષતા હતા. તેમની આ ખાસ કળા પર દિવંગત અભિનેતા સુનીલ દત્તની નજર પડી અને તેમણે 1982માં ‘દર્દ કા રિશ્તા’ ફિલ્મથી જોનીને મોટો બ્રેક આપ્યો. ત્યારબાદ 1988માં તેમની કેસેટ “હંસી કે હંગામા” સુપરહિટ રહી. પરંતુ 1993 માં શાહરૂખ ખાનની ફિલ્મ ‘બાઝીગર‘ (Bazigar)માં ભજવેલા ‘બબલુ’ના પાત્રએ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા.

350 થી વધુ ફિલ્મો અને 277 કરોડની વિરાટ સંપત્તિ

ચાર દાયકાથી વધુ લાંબી સફરમાં જોની લીવરે ‘રાજા હિન્દુસ્તાની’, ‘કરન અર્જુન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘ફિર હેરા ફેરી’, ‘ગોલમાલ 3’ અને ‘દે દના દન’ જેવી 350થી વધુ યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. ક્યારેક મહિને 600 કમાનારા જોની લીવરની કુલ સંપત્તિ આજે અંદાજે 277 કરોડ સુધી પહોંચી ગઈ છે. વર્ષ 1984માં સુજાતા સાથે લગ્ન કરનાર જોની લીવરના બે બાળકો—જેમી લીવર અને જેસી લીવર  પણ આજે પિતાના પદચિહ્નો પર ચાલીને મનોરંજન ક્ષેત્રે સફળતા મેળવી રહ્યા છે.


આ પણ વાંચો :“દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરે છે…”: કથિત ગર્લફ્રેન્ડ સાથે ગોવિંદાને જોઈ પત્ની સુનિતાએ કર્યો પ્રચંડ કટાક્ષ

આ પણ વાંચો :સમય રૈના સહિત 5 કોમેડિયન્સને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે FIR રદ કરી; કહ્યું- ‘આ યુવાનો ખૂબ હોનહાર છે’

આ પણ વાંચો :કંગના રનૌતનો રૂપિયા 56 લાખનો સંસદ લુક ચર્ચામાં, 35 લાખની બેગ અને 21 લાખની ઘડિયાળ