જાણીતા નિર્દેશક ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ જેવા કલાકારો જોવા મળશે. તાજેતરમાં જ નિર્દેશક ઓમ રાઉતે ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે તેની આગામી ફિલ્મ આદિપુરુષનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
આ પણ વાંચો :પ્રતિક ગાંધીના હાથે લાગી આ મલ્ટિસ્ટારર ફિલ્મ, આ હોટ એક્ટ્રેસ સાથે મળશે જોવા
ડાયરેક્ટર ઓમ રાઉતે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી કે તેમની ફિલ્મ ‘આદિપુરુષ’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. પોસ્ટ શેર કરીને, તેણે લખ્યું, “આદિપુરુષ માટે આ એક શૂટ રૈપ છે!!! એક અદ્ભુત પ્રવાસ તેના અંતિમ તબક્કામાં આવી ગયો છે. અમે તમારી સાથે બનાવેલ જાદુને શેર કરવા માટે રાહ જોઈ શકતા નથી. #આદિપુરુષ “
It's a shoot wrap for Adipurush!!!
A wonderful journey has come to its finish line. Can't wait to share with you the magic we have created.#Adipurush #103DaysOfShoot pic.twitter.com/prMUp5fA4S— Om Raut (@omraut) November 11, 2021
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, આદિપુરુષ રામાયણની પૌરાણિક કથા પર આધારિત 3D ફિલ્મ છે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં બની રહી છે. આ ફિલ્મ હિન્દુ મહાકાવ્ય રામાયણની વાર્તા પર આધારિત છે અને તેમાં પ્રભાસ ભગવાન રામ અને સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં જોવા મળશે. ‘આદિપુરુષ’ 11 ઓગસ્ટ, 2022ના રોજ અનેક ભાષાઓમાં સિનેમાઘરોમાં આવશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. કોરોના વાયરસ મહામારીને કારણે, ફિલ્મનું શૂટિંગ થોડા મહિના વિલંબિત થયું હતું.
આ પણ વાંચો : કેટરિના કૈફ સાથે લગ્નના સમાચારો વચ્ચે વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડે આપી આવી પ્રતિક્રિયા
આપને જણાવી દઈએ કે ફિલ્મ ‘આદિપુરુષ’ ટી-સીરીઝના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયું હતું. આ પહેલા સૈફ અલીએ પણ પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરવાની જાણકારી આપી હતી. સૈફ અલી ખાને લગભગ એક મહિના પહેલા તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આદિપુરુષ ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મનું શૂટિંગ હિન્દી અને તેલુગુમાં એક સાથે થઈ રહ્યું છે. તેને અન્ય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.
આટલું જ નહીં, પ્રભાસની બીજી એક ફિલ્મ છે, જેમાં તે દીપિકા પદુકોણ સાથે જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વોર 2 માં પણ કલાકારને જોઇ શકાય છે. જો કે, આ સમાચારની કોઈ પણ રીતની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ અત્યારે ચાહેકો પ્રિભાસને આદિપુરુષમાં રામની ભૂમિકામાં જોવા ઉત્સુક છે.
આ પણ વાંચો :દુલ્હન બન્યા પહેલા અંકિતા લોખંડેને મળી આ ખાસ ભેટ, લગ્નની ચર્ચાએ પકડયું જોર
આ પણ વાંચો :રિયા ચક્રવર્તિને મળી મોટી રાહત, કોર્ટે હટાવ્યો બેંક એકાઉન્ટ પર લાગેલો પ્રતિબંધ
આ પણ વાંચો : ગર્ભવતી છે એવલિન શર્મા, પુત્રને જન્મ આપશે કે પુત્રીને? ડિલિવરી પહેલાં થયો ખુલાસો
