Entertainment News: પ્રખ્યાત બોલિવૂડ (Bollywood) ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટી (Rohit Shetty) ના મુંબઇના જુહુ સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર થયાના અહેવાલો સામે આવ્યા છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, રોહિત શેટ્ટી (Rohit Shetty) ના ઘરની બહાર ચાર રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, ઝોનલ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફોરેન્સિક ટીમોએ પણ સ્થળ પર પહોંચીને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
મુંબઈ પોલીસ કમિશનરે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “ઈમારતમાં ગોળીબાર થયો હોવાની માહિતી મળી છે. ગુનેગારોની ઓળખ કરવા અને ઘટનાના તમામ સંભવિત પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
સદનસીબે આ ઘટનામાં ઘટનામાં અત્યાર સુધી કોઈને ઇજા પહોંચી હોવાના અહેવાલ મળ્યા નથી. રોહિત શેટ્ટી (Rohit Shetty) ના જુહુ ખાતે આવેલા નિવાસસ્થાન બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો હોવાનું નજરે પડે છે. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ માટે આસપાસના CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
હાલ સુધી પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર તારણ જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ થશે. રોહિત શેટ્ટી (Rohit Shetty) અથવા તેના પરિવાર તરફથી પણ હજુ સુધી કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.
ગોળીબાર પાછળ ધમકી કે હેતુ છુપાયેલું? તપાસ ચાલુ
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે બોલિવૂડ (Bollywood) સ્ટાર્સની સુરક્ષા અંગે પહેલેથી જ ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટના કોઈ ગેંગ દ્વારા આપવામાં આવેલી ધમકીનો ભાગ છે કે પછી તેની પાછળ કોઈ અન્ય હેતુ છુપાયેલો છે.
આ પણ વાંચો: મને ફસાવવા માટે ગેમ રમાઈ રહી છે…” પત્ની સુનિતા સાથેના વિવાદ પર આખરે ગોવિંદાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: મારા પતિને આમાં ન ઘસડો…” બ્રેક લેવાની જાહેરાત બાદ નેહા કક્કરનો યુ-ટર્ન! છૂટાછેડાની અફવા પર તોડ્યું મૌન
