Dharm & Bhakti: આપણો નિવાસ (Residence) ક્યાં છે અને કયા લોકોની મધ્યમાં રહીયે છીએ એ જ આપણા જીવનના ભાવિને નિયત કરે છે. ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) અનુસાર, કોઇ પણ વ્યક્તિએ આવા સાત સ્થળે કદી પણ નિવાસ કરવો જોઇએ નહિં. આવા સ્થળો પર રોકાવાથી તમે બરબાદ થઇ શકો છો!
ભારત વર્ષની પ્રખર બુદ્ધિમાન વિભૂતિ
પ્રાચીન ભારતની પ્રખર બુદ્ધિમાન વિભૂતિઓમાં જેમની ગણના થાય છે એવા, આચાર્ય ચાણક્યની નીતિઓના પગલે ચાલનારા લોકો આજે પણ તેમને યાદ કરે છે અને ફક્ત યાદ જ નહિં, પરંતુ એમણે ચીંધેલા માર્ગ પર ચાલીને જીવનમાં સફળ પણ થાય છે.
આચાર્ય ચાણક્યને કૌટિલ્ય તથા વિષ્ણુગુપ્ત (Kautilya and Vishnugupta) નામથી પણ ઓળખવામાં આવે છે. નીતિ શાસ્ત્રમાં એવી ઘણી વાતો લખવામાં આવેલી છે, જેનું અનુસરણ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર તો અવશ્ય કરવું જ જોઇએ.

મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાની આધારશિલા
ચાણક્ય (Chanakya) પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupt Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.
ચાણક્યના અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર
ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો (Chanakya Niti Sutra) સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.
ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra)ની નિવાસ અંગે સલાહ
નીતિ શાસ્ત્ર (Chanakya Niti Sutra)માં એ પણ દર્શાવવામાં આવેલું છે કે, કઈ-કઈ સાત જગ્યાઓ રાજા (King)ને પણ યાચક (Bagger) બનાવી દે છે! સત્વરે આવા સ્થળોને, જરાય વિલંબ કર્યા વિના છોડીને (Leave the Place) અન્યત્ર ચાલ્યાં જવું જોઇએ.
આચાર્ય ચાણક્યના મતે, એવા તમામ સ્થળોએ નિવાસ કરવાનું ટાળવું જોઇએ જ્યાં…
1. ધનવાન ન રહેતા હોય
ચાણક્ય નીતિ (Chanakya Niti Sutra) અનુસાર, જ્યાં કોઈ પણ ધનવાન (Rich) વ્યક્તિ ના રહેતી હોય, એવા સ્થળે એક પણ દિવસ નિવાસ કરવો જોઇએ નહિં. નિર્ધન વ્યક્તિઓની સંગતમાં રહેવાથી આપણી વિચારધારા પણ લાંબા ગાળે દરિદ્ર બની જતી હોય છે.

2- બ્રાહ્મણ ના વસતો હોય
નીતિ શાસ્ત્ર (Chanakya Niti Sutra) અનુસાર, જ્યાં વૈદિક શાસ્ત્રોમાં નિપુણ કોઇ બ્રાહ્મણ (Brahmin) ના વસતો હોય, એવા સ્થાનનો તરત જ ત્યાગ કરવો. વિદ્વાન બ્રાહ્મણ ઉચિત અને અનુચિતનું જ્ઞાન આપનાર ગુરુ હોવાથી જીવનના દરેક ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે છે.
3 – ચિકિત્સાલય ન હોય
આચાર્ય ચાણક્યના કથન (Chanakya Niti Sutra) અનુસાર, જે સ્થળે કોઈ તબીબ અથવા ચિકિત્સાલય (Hospital) ન હોય, તેવા સ્થળે વસવાટ કરવો જોઇએ નહિં.

4 – નિયમ-કાનૂન ન હોય
જે સ્થળે કોઇ કાયદા કે નિયમ (Law & Order)નું પાલન ના થઇ રહ્યું હોય, એવા સ્થાનનો પણ સત્વરે ત્યાગ કરવો.
5 – રોજગાર ન હોય
જયાં તમારી પ્રતિભાને લાયક કોઇ રોજગાર (Employment) ના હોય, તો એવા સ્થાનને છોડીને તરત ચાલ્યા જવામાં જ ભલાઈ છે. ત્યાં રહેવાથી આર્થિક સ્થતિ કથળી શકે છે.

6 – નદી ન હોય
નીતિ શાસ્ત્ર અનુસાર, વસવાટના સ્થળે કોઇ નદી (River) ન હોય તો, જરાય રાહ જોયા વિના, તરત જ એ સ્થળ છોડીને ચાલ્યા જવું.
7 – જ્ઞાનવર્ધન ન થતું હોય
જે સ્થાન પર રહીને તમારા જ્ઞાનવર્ધન (Enlightenment)નો કોઇ મોકો ન મળતો હોય, તો એનો સત્વરે ત્યાગ કરવો હિતાવહ છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી, નિષ્ણાતના મત અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…
આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…
