Dharma & Bhakti/ ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…

Chanakya Niti Sutra (ચાણક્ય નીતિ સૂત્ર) અનુસાર, પોતાની અંગત વાતોનો ઉલ્લેખ કોઇની સામે ન કરવો જોઇએ. એ જેટલી ખાનગી રહેશે એટલા તમે સુરક્ષિત રહેશો.

Trending Religious Rashifal Dharma & Bhakti
Chanakya Niti Sutra ,ચાણક્ય નીતિ સૂત્ર, ના ખોલશો, 7, ભેદ

Dharm & Bhakti: ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) અનુસાર, કોઇ પણ વ્યક્તિની સમક્ષ કદી ભૂલથી પણ આ સાત બાબતોનો ઉલ્લેખ ન કરવો જોઇએ. આ વાતોને હંમેશાં ખાનગી (Secret) રાખવી જોઇએ.

મહાન રાજનીતિજ્ઞ, અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્

આચાર્ય ચાણક્ય (Chanakya)ને મહાન રાજનીતિજ્ઞ, અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્ (Politician, Economist and Educationist) માનવામાં આવે છે. એમના અચૂક રામબાણ જેવા ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) અને અગાધ જ્ઞાન માટે પ્રસિદ્ધ હતા અને આજે પણ છે. કેટલાય લોકો ચાણક્યની નીતિઓને પોતાના જીવનમાં અનુસરીને સફળતા મેળવી રહ્યાં છે.

Chanakya Niti Sutra ,ચાણક્ય નીતિ સૂત્ર, ના ખોલશો, 7, ભેદ

ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.

ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) આજે પણ સુસંગત

કહેવાય છે કે, ચાણક્યની નીતિઓ અપનાવવી શરુઆતમાં કઠિન જણાય છે, પરંતુ જેણે પણ એને જીવનમાં વણી લીધી, એ સદા સુખી રહે છે. ચાણક્યના નીતિશાસ્ત્રમાં કઠિન સમય (Hard Times)માં કામ આવનારા સૂત્રો (Chanakya Niti Sutra) દર્શાવવામાં આવ્યા છે.

દરેક મનુષ્યે પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઇએ એનો ઉલ્લેખ, આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં અત્યંત સરળ રીતે કરવામાં આવેલો છે. મનુષ્યજીવન ને સ્પર્શતી અને એના માટે આવશ્યક હોય, એવી પ્રત્યેક બાબતનો ઉલ્લેખ નીતિ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.

Chanakya Niti Sutra ,ચાણક્ય નીતિ સૂત્ર, ના ખોલશો, 7, ભેદ

કયા રહસ્યો દરેક વ્યક્તિથી છુપાવીને રાખવા જોઇએ?

ચાણક્ય નીતિ શાસ્ત્ર (Chanakya Nitishastra)માં એ વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મનુષ્યે પોતાના કયા કયા રહસ્યો દરેક વ્યક્તિથી છુપાવીને રાખવા જોઇએ?

તમે કેટલી પણ ખરાબ પરિસ્થિતિનો સામનો કેમ ન કરી રહ્યાં હો, પરંતુ એ વિશે તમારે ચૂપકિદી સેવવી જોઇએ અને કોઇની પણ સમક્ષ તમારી કફોડી પરિસ્થિતિનો ઉલ્લેખ સુદ્ધાં કરવો જોઇએ નહિં.

1 – સુખ અને દુ:ખ 

સુખ અને દુ:ખ (Happiness and Sadness), એ જીવનના બે અભિન્ન પાસાં છે. જીવનમાં જ્યારે પણ દુ:ખ આવે તો કોઇની પણ પાસે કદી પ્રગટ કરવું નહિં. અલબત્ત, આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ સ્વયં શોધવો.

2 – આર્થિક નુકસાન

બુદ્ધિમાન એ છે, જે પોતાને થયેલાં આર્થિક નુકસાનની વાત કોઇને પણ કરતો નથી. કારણ કે, લક્ષ્મી (Lakshmi) ચંચળ છે, ક્યારેક રહેશે તો, ક્યારેક તમારે નુકસાન પણ વેઠવું પડી શકે છે.

3 – છેતરાયા હોવા અંગે

તમે જો કોઇ વ્યક્તિ દ્વારા છેતરાયા (Cheating)હોય તો, એ બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કોઇ સમક્ષ કરવો નહિં.

4 – અપમાનની વાત 

તમારું અપમાન થયું હોવા અંગેની વાત પણ કોઇને કહેવી નહિં અને એ વિશે મૌન સેવવું. આવી વાતોનો ઢંઢેરો પીટવાથી તમારી પ્રતિષ્ઠા ખરડાઇ શકે છે અને ગુસ્સામાં તમે કોઇ ખોટો નિર્ણય લઇ શકો છો.

Chanakya Niti Sutra ,ચાણક્ય નીતિ સૂત્ર, ના ખોલશો, 7, ભેદ

5 – અંગત વાતો

પોતાની અંગત વાતોનો ઉલ્લેખ કદી કોઇની પણ સામે ન કરવો જોઇએ. એ વાતો જેટલી ખાનગી રહેશે એટલા તમે પણ સુરક્ષિત રહેશો. અંગત જિંદગીના ભેદ ખોલી નાખવાથી તમારે ઘણું નુકસાન વેઠવું પડી શકે છે.

6 – કમાણી અને બચત

પોતે કમાયેલાં ધન (Money) વિશે કોઇનેય કહેવું જોઇએ નહિં. તમે કેટલું કમાઓ છો અને તમારી પાસે કેટલી બચત છે એ વિશે ગુપ્તતા જાળવવી જ યોગ્ય છે.

7 – નાણાકીય રોકાણ

જો તમે ક્યાંય નાણાકીય રોકાણ (Investment) કરેલું હોય કે પછી સ્થાવર મિલકત (Property) ખરીદી હોય, તો એ બાબત પણ લોકોથી છુપાવીને રાખવી જોઇએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…

આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!

આ પણ વાંચો: દરેક વાત બોલવી જરૂરી નથી: ચાણક્ય નીતિનું જીવન બદલી નાખે એવું સત્ય